ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ બની રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિની અમદાવાદ મુલાકાતની પળેપળની વિગત...

દરેક ગુજરાતી માટે આજનો દિવસ બહુ જ ખાસ બની રહેવાનો છે. કારણ કે, પહેલીવાર અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ દિલ્હી ન જઈને સીધા ગુજરાત પધારવાના છે. ત્યારે આખુ ગુજરાત અમેરિકાના આ મોંઘેરા મહેમાનના સ્વાગત માટે આતુર છે. કડક વ્યવસ્થા વચ્ચે આજે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમદાવાદના મહેમાન બનશે. ત્યારે ટ્રમ્પ અમેરિકાથી અમદાવાદ (Trump India Visit) આવવા માટે નીકળી ચૂક્યા છે. તેઓ અમેરિકાના એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પરથી રવાના થયા હતા. ત્યારે આખી દુનિયા યાદ રાખે તેવા નમસ્તે ટ્રમ્પ (namaste trump) કાર્યક્રમની યજમાની ગુજરાત કરવા જઈ રહ્યું છે. 

ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ બની રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિની અમદાવાદ મુલાકાતની પળેપળની વિગત...

ઝી મીડિયા/બ્યૂરો :જેની ઘડીઓ ગણાઈ રહી છે, તે સમય આવી ગયો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું ખાસ વિમાન એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા ટ્રમ્પ તથા દીકરી ઈવાન્કા ટ્રમ્પ સાથે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. ત્યારે આ ક્ષણ ગુજરાત માટે ઐતિહાસિક બની ચૂકી છે. કારણ કે, પહેલીવાર અમેરિકાનું એરફોર્સ વન વિમાન ગુજરાતની ધરતી પર લેન્ડ થયું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે મહાસત્તાના મહાપ્રમુખ (Trump In India)નું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. જૂના મિત્રને મળીને નરેન્દ્ર મોદી (PM Modi) તેઓને ભેટી પડ્યા હતા. તો પારંપરિક નૃત્યોને નિહાળતા ટ્રમ્પ પરિવાર આગળ વધ્યો છે. 

આશ્રમની વિઝીટર બુકમાં ટ્રમ્પે શું લખ્યું...

આ પહેલા ગાંધી આશ્રમની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બૂકમાં મેસેજ લખ્યો હતો કે, ટુ માય ડિયર ફ્રેન્ડ પ્રાઈમ મિનીસ્ટર મોદી, થેંક્યૂ ફોર ધીસ વન્ડરફૂલ મેસેજ.... 

જુઓ Live : 

1.09 કલાકે મધર ડેરી પાર્લર પાસે પહોંચ્યો કાફલો, કોટેશ્વર તરફ આગળ વધ્યો કાફલો, વિદ્યાર્થીઓએ ચીચીયારીઓથી વાતાવરણ ગજવ્યું

1.00 કલાકે ટ્રમ્પ અને મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ જવાના રસ્તે આગળ વધી રહ્યો છે. ધીમે ધીમે રસ્તાની આજુબાજુ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલતા કારનો લાંબો કાફલો પસાર થઈ રહ્યો છે.  

12.43 કલાકે ટ્રમ્પ અને મોદીનો કાફલો ગાંધી આશ્રમથી જવા રવાના થયો

https://lh3.googleusercontent.com/-nLrdMDp2d48/XlN5SnpJZYI/AAAAAAAAKPo/PTMQBgRVHlgn87ZtyvVqLTEwwzWpteLQQCK8BGAsYHg/s0/Modi_trump_road_show_zee.jpg

12.38 કલાકે ટ્રમ્પે ગાઁધી આશ્રમની વિઝીટર બૂકમાં ખાસ મેસેજ લખ્યો હતો. 

Image
12.36 કલાકે ટ્રમ્પે અહીં ગાંધીજીનો ચરખો કાંત્યો હતો. આ પ્રસંગે મેલેનિયા ટ્રમ્પે પણ ચરખો કેવી રીતે ચાલે છે તે નિહાળ્યું હતું. આ સમયે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. તો સમગ્ર મુલાકાતમાં વડાપ્રધાન મોદી તેમના ગાઈડ બની રહ્યાં. તેઓએ ખાદીનો ખેસ પહેરાવી ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. 

https://lh3.googleusercontent.com/-rP7NC4ZGuvg/XlN10jjN5tI/AAAAAAAAKPM/aIrIgDN3hhgh-ogUpClwql3clsRZ7Y3KwCK8BGAsYHg/s0/ERhaQOgVAAAiDAB.jpg

12.30 કલાકે ટ્રમ્પ અને મોદીનો કાફલો ગાઁધી આશ્રમ પહોંચ્યો 

12.11 કલાકે રસ્તામાં લોકોનું અભિવાદન ઝીલતા મોદી અને ટ્રમ્પનો કાફલો આગળ વધી રહ્યો છે. રસ્તાની આજુબાજુ મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. પ્રધાનમંત્રી અને ટ્રમ્પનો કાફલો સદર બજારથી ડફનાળા તરફ આગળ વધ્યો 

— ANI (@ANI) February 24, 2020

 

12.06 કલાકે એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી એક હજાર જેટલા વાદકો રોડની બંને બાજુ ગોઠવાયેલા છે. આવો નજારો અમદાવાદ એરપોર્ટ પર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. સંપૂર્ણ ભાતીગળ રીતથી મહાસત્તાના મહાપ્રમુખને આવકારવામા આવ્યા છે. ટ્રમ્પ પરિવારની સામે ભારતના કલ્ચરની ઝાંખી અનોખી રીતે રજૂ કરવામાં આવી છે. ટ્રમ્પનો કાફલો હવે એરપોર્ટ પરથી નીકળી ચૂક્યો છે. ટ્રમ્પ અને મોદીનો 22 કિલોમીટર લાંબો રોડ શો શરૂ થયો છે. ગાડીઓનો કાફલો અમદાવાદના રસ્તાઓ પર નીકળી ચૂક્યો છે. 

અમિત શાહ પરિવાર સાથે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા

દરેક ગુજરાતી માટે આજનો દિવસ બહુ જ ખાસ બની રહેવાનો છે. કારણ કે, પહેલીવાર અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ દિલ્હી ન જઈને સીધા ગુજરાત પધારવાના છે. ત્યારે આખુ ગુજરાત અમેરિકાના આ મોંઘેરા મહેમાનના સ્વાગત માટે આતુર છે. ટ્રમ્પના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તેની થોડી મિનીટ પહેલા જ પીએમ મોદી (Narendra Modi0 એ ટ્વિટ કરીને લખ્યું હતું કે, અતિથિ દેવો ભવ. વિશ્વના બે મહાસત્તાના મહાનુભાવો એકબીજાને મળવા માટે કેટલા તત્પર છે તે તેઓની સતત ટ્વિટ પરથી સમજી શકાય છે. ગણતરીની મિનીટોમાં ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર આવી જશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ થોડીવાર માટે નો ફ્લાય ઝોન જાહેર કરી દેવાયો છે. તો બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહ પણ સહપરિવાર મોટેરા સ્ટેડિયમ પહોંચી ચૂક્યા છે. 

— ANI (@ANI) February 24, 2020

https://lh3.googleusercontent.com/-ZZ3mSJoqSVs/XlNqoWnVIpI/AAAAAAAAKOw/gJCmUr78Fc0cYRo5q5AZ-sW5uSjGTphSQCK8BGAsYHg/s0/cM_rajyapal_airport_zee.jpg

કડક વ્યવસ્થા વચ્ચે આજે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમદાવાદના મહેમાન બનશે. ત્યારે ટ્રમ્પ અમેરિકાથી અમદાવાદ (Trump India Visit) આવવા માટે નીકળી ચૂક્યા છે. તેઓ અમેરિકાના એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પરથી રવાના થયા હતા. ત્યારે આખી દુનિયા યાદ રાખે તેવા નમસ્તે ટ્રમ્પ (namaste trump) કાર્યક્રમની યજમાની ગુજરાત કરવા જઈ રહ્યું છે. પીએમ મોદી અને ટ્રમ્પને એરપોર્ટ લેવા માટે ગાડીઓનો કોન-વે કાફલો એરપોર્ટ જવા રવાના થઈ ગયો છે. સવારે 11 વાગ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રંપ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા સાથે અમદાવાદમાં આવી પહોંચશે. સેનાની ત્રણેય પાંખોના વડાની હાજરીમાં પ્રમુખ ટ્રંપને ગાર્ડ ઓફ ઓનર આપશે. ગાર્ડ ઓફ ઓનર પછી ડેલિગેશનના તમામ પ્રતિનિધિઓની ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને પીએમ મોદી અને ટ્રંપ સાબરમતી આશ્રમ જવા રવાના થશે. ત્યારે પીએમ મોદી ટ્રમ્પના સ્વાગત માટે એરપોર્ટ પહોંચી ગયા છે. આ સાથે જ ગુજરાતના રાજ્યપાલ તથા સીએમ વિજય રૂપાણી પણ એરપોર્ટ પર પહોંચી ગયા છે. 

Live : ઉત્સાહી ટ્રમ્પે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું, ‘અમે રસ્તામાં છીએ, થોડીવારમાં પહોંચીશું....’

ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વિટ કરી
એક તરફ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે, ત્યારે ગાંધી આશ્રમ ખાતે ‘મોદી મોદી...’ના સૂત્રોચ્ચાર થઈ રહ્યાં છે. મોટી સંખ્યામાં નાગરિકો મોદી-ટ્રમ્પ ને જોવા માટે ઉમટ્યા છે. તો બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિએ રસ્તામાંથી જ ટ્વિટ કરીને ભારત આવવા પ્રત્યેનો પોતાનો ઉત્સાહ બતાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું કે, અમે ભારત આવવા માટે તત્પર છીએ. અમે રસ્તામાં છીએ. થોડા જ કલાકમાં અમે સૌને મળીશું. 

https://lh3.googleusercontent.com/-l0EXu42T35k/XlNlTW1hE7I/AAAAAAAAKOU/sIKCXEX7Hck_xxqIejr18vUk42xQ8N3UgCK8BGAsYHg/s0/camel_security_zee.JPG

PM મોદીએ ટ્રમ્પ માટે કરી ટ્વિટ...

પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને રિસીવ કરવા માટે દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે. બીજી તરફ, સવારે પીએમ મોદીએ ટ્વિટ કરી છે કે, તમારા આગમનની ભારત રાહ જોઈ રહ્યું છે. તમારી આ મુલાકાત બંને દેશોના સંબંધોને મજબૂત કરશે. તમને અમદાવાદમાં વહેલા જ મળીશું.

મોટેરા સ્ટેડિયમ પર વિવિધ પરર્ફોમન્સ શરૂ
મોટેરા સ્ટેડિયમ પર ઊંટથી સજ્જ BSF ના જવાનો પહોંચી ચૂક્યા છે. સાથોસાથ બેન્ડ બાજાની ટીમ પણ પહોંચી ગઈ છે. મોટેરા પર વિવિધ પરફોર્મન્સની શરૂઆત થઈ ગઈ છે. સ્ટેડિયમમાં સીટ મેળવીને બેસી ગયેલો લોકો હાલ વિવિધ પરર્ફોમન્સ માણી રહ્યાં છે. ગાયક કલાકાર કિંજલ દવેએ ‘અમે ગુજરાતીઓ લહેરી લાલા...’થી પરર્ફોમન્સની શરૂઆત કરી હતી.

https://lh3.googleusercontent.com/-LIRFw03K7c8/XlNScAIrRxI/AAAAAAAAKM4/_vxKPv9pwaQcVffM5Q5Q4jrN_IXX5sQJwCK8BGAsYHg/s0/namaste_trump_in_india_zee.JPG

(સાઈકલ પર 60 વર્ષીય પુરુષ પોતાના શરીર ને ઓઇલ પેન્ટથી રંગીને આવ્યા છે. તેઓ શરીર પર નમસ્તે ટ્રમ્પ લખ્યું છે. જેઓ હાથમાં ત્રિરંગા લઈને આવ્યા છે)

સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે... 
સીએમ વિજય રૂપાણીએ ટ્રમ્પના આગમન પહેલા કહ્યું કે, ડોલાન્ડ ટ્રમ્પ સીધા ગુજરાત લેન્ડ થઈ રહ્યા છે. તેઓ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીની કર્મભૂમિ પર આવી રહ્યા છે. જેને કારણે આપણા ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાએ આજના કાર્યક્રમથી મહત્વ સાબિત થયું છે. ચમકતુ ગુજરાત થયું છે. આગામી દિવસોમાં નયા ભારત બની રહ્યું છે, ત્યારે તેને પાયાનું મહત્વનું કારણ બનશે. ભારત અમેરિકાની મૈત્રી ગુજરાતના આ કાર્યક્રમથી મજબૂત બનશે. અમેરિકા આજે મહાસત્તા છે, તેના પ્રેસિડન્ટ ઈતિહાસમાં પહેલીવાર વોશિંગ્ટનથી સીધા ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતનું મહત્વ વધ્યું છે. ઈન્ટરનેશનલ કક્ષાએ આ એક મોટું સિગ્નલ છે. ગજરાત એ ભારતનું રોલ મોડલ, ગ્રોથ ઓફ એન્જિન છે. ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તે આ યાત્રામાં બંને દેશોની મૈત્રીમાં મોટું પ્રદાન આપશે.  

https://lh3.googleusercontent.com/-66Uk7DjSaw4/XlNS2vvVrDI/AAAAAAAAKNk/1-UOecPey3QiBr4tGAxALgY6EBh8aGWGwCLcBGAsYHQ/s0/Motera_trump_in_india_zee.JPG

(ટ્ર્ંપના આગમનના એક કલાક પહેલા મોટેરા સ્ટેડિયમનું દ્રશ્ય, આખું ખીચોખીચ ભરાઈ ગયું છે)

અમદાવાદથી Live : 

  • રાજ્યપાલનો કાફલો ઇન્દિરા બ્રિજ થી એરપોર્ટ તરફ રવાના થયો છે. 
  • સાઈકલ પર 60 વર્ષીય પુરુષ પોતાના શરીર ને ઓઇલ પેન્ટથી રંગીને આવ્યા છે. તેઓ શરીર પર નમસ્તે ટ્રમ્પ લખ્યું છે. જેઓ હાથમાં ત્રિરંગા લઈને આવ્યા છે. બંન્ને મહાનુભાવોને અભિનંદન આપવા આવ્યા લોકો મોટેરા સ્ટેડિયમ તરફ પહોંચી રહ્યાં છે. 
  • ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનો ગુજરાત પ્રવાસ સુરક્ષીત અને નીવડે તે માટે અમદાવાદના વાસણા સ્વામીનારાયણ મંદિરના 700 હરિભક્તો સવારે 5 વાગ્યાથી માળા કરી રહ્યાં છે. આ માળા જ્યાં સુધી ટ્રમ્પ દિલ્હી ન પહોંચે ત્યાં સુધી ચાલુ રખાશે. 1 મિનિટમાં 700 જેટલી માળા થશે અને સમગ્ર મુલાકાતની 10 થી 11 હજાર માળા કરશે.
  • સાંઈરામ દવે, પાર્થિવ ગોહિલ અને કૈલાશ ખેર જેવા કલાકારો મોટેરા મેદાનમાં પહોંચ્યા. ત્રણેય કલાકારો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવશે.
  • એસપીજી અને એનએસજીના કમાન્ડોનો કાફલો મોટેરા સ્ટેડિયમ પર પહોંચ્યો છે એમ્બ્યુલન્સની ગાડીઓ પર અંદર પ્રવેશી છે. 

https://lh3.googleusercontent.com/-S_VkQCSWlNU/XlNSu3CvLYI/AAAAAAAAKNc/fXF2gO6UyeIu_Y0j9mBVj9U0AWI54QoiwCK8BGAsYHg/s0/motera_gam_trump_zee.JPG

(ટ્રમ્પના કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો મોટેરા સ્ટેડિયમ તરફ જઈ રહ્યાં છે)

  • ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી ના રોડ શો દરમિયાન કલાકારો પરફોર્મન્સ આપવાના છે. મધર ડેરી પાર્લર પાસે પણ સ્ટેજ તૈયાર કરાયું છે. ગાંધીનગરના રાગા કલ્ચરલ ગ્રુપના 18 સભ્યો અહીં પરફોર્મન્સ આપશે. 10 યુવકો અને 8 યુવતીઓ મિશ્ર રાસ રજૂ કરશે. તેઓ છેલ્લા 10 દિવસથી આ માટે તૈયારીઓ કરી રહ્યા હતા. હાલ કલાકારો પારંપરિક વસ્ત્રો પહેરીને આવ્યા છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી ના રોડ શો જોનારાઓનું ચેકિંગ કરાઈ રહ્યું છે. રોડ શો જોવા આવનાર લોકોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. મેટલ ડિટેક્ટર મશીન અને હેન્ડ ડિટેક્ટર મશીનથી આ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એસપીજીના અધિકારીઓ ચેકીંગમાં હાજર છે.
  • અપંગ માનવ મંડળના બાળકો વિવિધ વેશભૂષા કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ શો નિહાળવા માટે સુભાષબ્રિજ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં બાળકો અહીં પહોંચ્યા છે. વિવિધ સ્કૂલના બાળકો આવી ગયા છે
  • NSG કમાન્ડો સહિત સ્પેશિયલ વાહનમાં સવાર થઈને કાફલો એરપોર્ટ પર પહોંચ્યો

https://lh3.googleusercontent.com/-4CQ38PuXiHk/XlNSsYq4rBI/AAAAAAAAKNM/ioVNqxiqKlIG2OYF3jqJNtph6vDkK0I2QCK8BGAsYHg/s0/trump_performance_zee.JPG

(ટ્રમ્પની સામે પારંપરિક વાદ્યોથી પરફોર્મન્સ આપવા ગ્રૂપ તૈયાર) 

  • યુએસ સિક્રેટ સર્વિસના કમાન્ડો અને અધિકારીઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા, પોતાના આધુનિક સાધનો અને કૂતરાઓ લઈને પહોંચ્યા
  • રાજ્યોના અલગ અલગ નૃત્યની ઝાંખી ટ્રમ્પના રોડ શો દરમ્યાન થશે. પશ્ચિમ બંગાળનો છોવ ડાન્સ  બતાવવામાં આવશે. જેમાં દેવ અને દાનવના મુખવટા પહેરીને લોકો ભારે ઉત્સાહ સાથે સ્વાગતની તૈયારી કરી રહ્યાઁ છે. 

— ANI (@ANI) February 24, 2020

ટ્રમ્પનો ભવ્ય રોડ શો યોજાશે
ટ્રમ્પનો આજે અમદાવાદના રસ્તાઓ પર ભવ્ય રોડ શો યોજાવાનો છે. ત્યારે સવારથી જ મોટેરાગામ થી મોટેરા સ્ટેડિયમ જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. તો લોકોને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરાયા છે. આ સમગ્ર રુટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અલગ અલગ શહેરોમાંથી લોકો અમદાવાદ આવવા નીકળ્યા
અમદાવાદમાં ટ્રમ્પ આવવાના હોઈને લઈને ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે રાજ્યભરમાંથી લોકો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે આવી રહ્યાં છે. મહેસાણાથી આશરે 15000 જેટલા લોકો અમદાવાદ જશે. તો વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાંથી 1500 જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ જશે. અમદાવાદ જવા માટે 300 જેટલી બસો મહેસાણામાં મુકવામાં આવી છે. ગાંધીનગરથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા મોટી સંખ્યામાં લોકો રવાના થયા છે. શહેર ભાજપ દ્વારા 22 જેટલી બસોને રવાના કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news