મૌલિક ધામેચા, અમદાવાદઃ જો તમારા વાહનમાં ફેન્સી નંબર પ્લેટ કે કોઈ લખાણ લખેલું હોય  તો ચેતી જજો. હવે અમદાવાદ પોલીસે આવા વાહનો પર તવાઈ બોલાવવાની શરૂ કરી છે. અમદાવાદ પોલીસે આજે આવા વાહનો સામે કાર્યવાહી કરી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા 123 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે લોકોને વાહનો પર આરટીઓ માન્ય નંબર પ્લેટ લગાવવા અને અન્ય લખાણો દૂર કરવાની સૂચના આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિક વિભાગે શરૂ કરી કાર્યવાહી
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ કે અન્ય લખાણો જોવા મળ્યા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરટીઓના નિયમો અનુસાર નંબરપ્લેટ ન રાખનારા વાહન ચાલકોના વાહન ડિટેન કર્યાં હતા. આવા 123 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. અમદાવાદ ઈસ્ટના ટ્રાફિક ડીસીપી સફિન હસન દ્વારા આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. 


હવે જાહેરમાં થુંકતા દેખાયા તો ઘરે આવશે દંડની નોટિસ, CCTVની મદદથી કરાશે મોનિટરિંગ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube