છત્રપતિ વેજીટેબલ માર્કેટ શરૂ કરવાની માગ સાથે વિક્રેતાઓએ મચાવ્યો હોબાળો
કોરોના વાયરસની મહામારીને લઇને બે મહિના સુધી શાકભાજી માર્કેટ બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો. જેને કારણે માર્કેટના ગરીબ છુટક વિક્રેતાઓને ઘરમા ખાવાના ફાફા પડી ગયા હતા.
ચેતન પટેલ/સુરતઃ સુરતના પાંડેસરા છત્રપતિ વેજીટેબલ માર્કેટના વિક્રેતાઓએ ઉધના ઝોનમા હોબાળો મચાવ્યો હતો. અંદાજિત 100થી વધુ વિક્રેતાઓ દ્વારા માર્કેટ ફરી શરુ કરવા માટેની માંગ કરી હતી. આ સાથે એવો આક્ષેપ પણ કર્યો હતો કે સ્થાનિક કોર્પોરેટર તથા અધિકારીઓ તેમની વાત નથી સાંભળી રહ્યાં નથી.
બે મહિનાથી બંધ છે શાક માર્કેટ
કોરોના વાયરસની મહામારીને લઇને બે મહિના સુધી શાકભાજી માર્કેટ બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો. જેને કારણે માર્કેટના ગરીબ છુટક વિક્રેતાઓને ઘરમા ખાવાના ફાફા પડી ગયા હતા. આ દરમિયાન રાજય સરકાર દ્વારા તમામ મોલ, માર્કેટો ફરી નવા રુપ રંગ સાથે શરુ કરવાની જાહેરાત કરી હતી. જો કે સુરતના પાંડેસરા વિસ્તારમા આવેલી છત્રપતિ વેજીટેબલ માર્કેટ હજી સુધી શરુ કરવામા આવી નથી.
સુરતની એક હોસ્પિટલે માનવતા નેવે મુકી, કોરોના દર્દી પાસે વસુલ કર્યા 12 લાખ રૂપિયા
સ્થાનિક વિક્રેતાઓ દ્વારા આ અંગે કોર્પેોરેટર તથા ઝોનના અધિકારીઓને વારંવાર માર્કેટ ખોલવા અરજી પણ આપી હતી. તેમ છતા તંત્ર દ્વારા આ વાત ધ્યાને લેવામા આવી ન તી. જેથી ગુસ્સા ભરાયેલા વિક્રેતાઓનુ ટોળુ આજે ઉઘના ઝોન ખાતે પહોંચ્યુ હતુ. જ્યા તેઓએ માર્કેટ ખોલવાના નામ પર હોબાળો મચાવ્યો હતો. તેઓએ અધિકારીને ચીમકી ઉચ્ચારી હતી કે જો આ સપ્તાહમા માર્કેટ ખોલવામા નહિ આવશે તો આગામી સમયમા તેઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામા આવશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર