Veraval: પાલિકામાં પિયુષ ફોફંડી બિનહરીફ, ભાજપે પદાધિકારીઓની નિમણુંક કરી
પાલિકામાં ભાજપના નગરસેવકોએ શાશન ધુરા સંભાળી. પ્રમુખ પદે પિયુષ ફોફંડી જ્યારે ઉપપ્રમુખ પદે કપીલ મહેતાની બિનહરીફ વરણી. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસના તમામ સભ્યો બેઠકમાં રહ્યા ગેરહાજર. વેરાવળ નગરપાલિકા ના નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટે ની ચૂંટણી પ્રક્રિયા નાયબ કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.નગરપાલિકા ના સભા ખંડ માં પાલિકા ના ચૂંટાયેલા કુલ 44 સભ્યો પૈકી ભાજપ ના 28 અને અપક્ષ 03 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસ ના 13 સભ્યો ગેરહાજર રહ્યા હતા.
વેરાવળ : પાલિકામાં ભાજપના નગરસેવકોએ શાશન ધુરા સંભાળી. પ્રમુખ પદે પિયુષ ફોફંડી જ્યારે ઉપપ્રમુખ પદે કપીલ મહેતાની બિનહરીફ વરણી. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસના તમામ સભ્યો બેઠકમાં રહ્યા ગેરહાજર. વેરાવળ નગરપાલિકા ના નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટે ની ચૂંટણી પ્રક્રિયા નાયબ કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.નગરપાલિકા ના સભા ખંડ માં પાલિકા ના ચૂંટાયેલા કુલ 44 સભ્યો પૈકી ભાજપ ના 28 અને અપક્ષ 03 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસ ના 13 સભ્યો ગેરહાજર રહ્યા હતા.
ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં સૌરાષ્ટ્ર બાદ ઉત્તરગુજરાતમાંથી પણ પાણીની બુમ
પ્રમુખ પદ માટે પિયુષ ફોફંડી અને ઉપપ્રમુખ પદ માટે કપીલ મહેતા ની ઉમેદવારી રજૂ થઈ હતી જે સામે અન્ય કોઈ ઉમેદવારી ના નોંધાતા નાયબ કલેક્ટર દ્વારા બન્ને ઉમેદવાર ને બિનહરીફ જાહેર કર્યા હતા. પાલિકા ના અન્ય પદોમાં કારોબારી અધ્યક્ષ પદે નિલેશ વિઠલાણી તેમજ શાસક પક્ષના નેતા તરીકે રાજેશ ગઢિયા અને દંડક તરીકે પલ્લવી બેન જાની ની પણ ભાજપ ના મોવડી મંડળ દ્વારા સર્વાનુમતે વરણી કરવા માં આવી છે.
કાતીલ હસીના! નાણાની હેરાફેરી, ડેટા પ્રોવાઇડ કરાવવા સહિતની તમામ કામગીરી કરે છે !
ભાજપ દ્વારા પાલિકા ના પ્રમુખ પદે સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ના ગુજરાત રિજીયન ના પ્રમુખ પિયુષ ફોફંડી ને કાર્યભાર સોંપતા સર્વત્ર આવકાર જોવા મળેલ.આ તકે પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા સ્વાછતા ને જીવન મંત્ર બનાવી પ્રથમ શહેર ને સ્વચ્છ અને સુઘડ બનાવવા અભિયાન ની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube