સુરત : શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય બફારા વચ્ચે આજે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા વરસાદ તુટી પડ્યો હતો. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદની તોફાની બેટિંગમાં સૌથી વધારે પ્રભાવિત વરાછા અને વરાછા બી ઝોન થયા હતા. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો અને વત્તો ઓછો વરસાદ જોવા મળ્યો હતો. જો કે વરાછામાં તોફાની વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 19 કેસ, 22 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


પુણાગામમાં રાજ પેલેસ નામની એક સોસાયટીમાં એચ વિંગના પાણીના ટાંકા પર વિજળી પડતા સિમેન્ટના ટાંકાનો ખુણો તોડી નાખ્યો હતો. બીજી તરફ બીજા નોરતે વરસાદ પડતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જેના કારણે ગરબાનો કાર્યક્રમ લગભગ રદ્દ રાખવા પડ્યા હતા. અત્રે નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડ્યો છે. અગાઉ જ હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ભારે પવન સાથે આવેલા વરસાદે સોસાયટીઓમાં લગાવેલા મંડપ અને શણગારની વસ્તુઓ ઉડી ગઇ હતી. 


ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર: ગરબે રમીને સીધા ઘેર જતા રહેજો નહી તો પોલીસ મોર બોલાવશે


હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગાજવીજ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હજી પણ આગામી 4 દિવસ વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube