પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં 12 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની વેસુ પોલીસે ધરપકડ કરી છે. વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવા બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા આધેડની 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. કિશોરીને લલસાવી ફોસલાવી તેણે ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મામલતદાર કચેરીમાં કોણ કરે છે 'વહીવટ'? ZEE24કલાકના અહેવાલ બાદ અપાયા તપાસના આદેશ


સુરત વેસુ વીઆઈપી રોડ પર નંદનવન 1 ટુની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થીના માતા પિતા સાથે આ જ બાંધકામ સાઈટ પર રહેતા હતા. ત્યાં જ બાંધકામ સાઈડ પર કામ કરતો વિધર્મી અને વિદ્યાર્થી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. વિધર્મી મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફતએ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વર્ષની વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. ત્યાંથી વિદ્યાર્થીને ભગાડી ગયો હતો. વિધર્મીએ વિદ્યાર્થીની પર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.


આ BJPનું માર્કેટિંગ છે, હવે ધર્મના નામે ધતિંગના નાટક બંધ થવા જોઈએ: શંકરસિંહ વાઘેલા


વિદ્યાર્થીની ઘરેથી અચાનક ગુમ થઈ જતા માતા પિતાએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારને જાણ થઈ હતી કે મોહમ્મદ રેજાઉલ નામનો યુવક તેણીને ભગાડી લઈ ગયો છે. વિદ્યાર્થીનીના પિતાએ વેસુ પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે બંનેને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડ્યા હતા. 


મિલકતમાં હકથી લઈને ભરણપોષણ સુધી! જાણો શું છે વિધવા મહિલાઓના અધિકારો


જોકે ત્યાર બાદ વિદ્યાર્થીનીએ તમામ હકીકત જણાવતા તેના પરિવારએ વિધર્મી મોહમ્મ રેજાઉલ મહંમદ સરાફત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ 376,પોસ્કો એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો સમગ્ર મામલે વેસુ પોલીસે વિધર્મી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.


CANNES FILME FESTIVAL 2023: કાન્સમાં 'નવાબ સાહેબ'ની લાડલીએ પાથર્યા કામણ!, જુઓ Photos