મામલતદાર કચેરીમાં વહીવટ માટે કામ કરે છે વચેટિયા? ZEE24કલાકના અહેવાલ બાદ અપાયા તપાસના આદેશ
અરજદારને પોતાની જમીન વેચવા માટે જે દસ્તાવેજ મામલતદાર કચેરી અને પ્રાંત કલેક્ટર કચેરીએથી મળવો જોઈએ તે દસ્તાવેજ તેમને વચેટિયા પાસેથી લેવો પડ્યો. પ્રવીણભાઈનો દાવો છે કે તેમણે જો ACBને જાણ કરી હોત તો આર્થિક ભીડમાંથી બહાર નીકળવા માટે જમીન વેચવાનું કામ આડા પાટે ચડી જાય તેમ હતું.
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબીઃ મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામના વતની પ્રવીણભાઈ માટે એ સવાલ લાખ રૂપિયાનો સવાલ બની ગયો છે કે, જે જમીન વેચવા માટેની જરૂરિયાત વર્ષ 2023માં ઊભી થઈ અને તે માટે જરૂરી દસ્તાવેજોની અસલી નકલ મેળવવા માટેની અરજીઓ વર્ષ 2023માં કરવામાં આવી એ દસ્તાવેજ વર્ષ 2022ની તારીખથી કેવી રીતે નીકળ્યો? જુઓ આ રહી રોજકામની એ નકલ જે મેળવવા માટે અરજદારે બબ્બે સરકારી કચેરીઓમાં અરજીઓ કરી પણ તેમને તે આપવામાં ના આવ્યો.
રોજકામની આ નકલ પર તારીખો દર્શાવાઈ છે તે છે વર્ષ 2022ની. પરંતુ પ્રવીણભાઈને પોતાની 6 વીઘા જમીનના દસ્તાવેજ માટે રોજકામની નકલ મેળવવા માટે વચેટિયાના શરણે જવું પડ્યું. એક જરૂરી દસ્તાવેજ માટે ચારથી પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી. આખરે આ મામલે ઝી24કલાકના અહેવાલ બાદ કલેકટરે આપ્યાં તપાસના આદેશ...
અરજદારને પોતાની જમીન વેચવા માટે જે દસ્તાવેજ મામલતદાર કચેરી અને પ્રાંત કલેક્ટર કચેરીએથી મળવો જોઈએ તે દસ્તાવેજ તેમને વચેટિયા પાસેથી લેવો પડ્યો. પ્રવીણભાઈનો દાવો છે કે તેમણે જો ACBને જાણ કરી હોત તો આર્થિક ભીડમાંથી બહાર નીકળવા માટે જમીન વેચવાનું કામ આડા પાટે ચડી જાય તેમ હતું. તેથી તેમને નાછૂટકે પોતાની જ જમીનની પંચરોજકામની નકલ માટે વચેટિયાના શરણે જવું પડ્યું અને આ એક કોપી તેમને એક લાખ રૂપિયામાં પડી.
ZEE 24 કલાક પૂછે છે સવાલ:
શું મામલતદાર કચેરીમાં વહીવટ
માટે કામ કરે છે વચેટિયા?
અરજદારને ટંકારા મામલતદાર કચેરીમાંથી
કેમ ના મળી રોજકામની ખરી નકલ?
અરજી પછી અરજદારે 1 મહિનો રાહ
જોઈ છતાં કેમ ના મળી રોજકામની નકલ?
અરજદારને કેમ નાયબ કલેક્ટરે પણ
ના આપી રોજકામની ખરી નકલ?
કેમ 1 મહિના સુધી નાયબ કલેક્ટરે
પણ ના આપી રોજકામની નકલ?
અરજદારને જમીન વેચવામાં કયો દસ્તાવેજ
નથી મળતો તે વચેટિયાને કેવી રીતે ખબર પડી?
અરજદારે બે સરકારી કચેરીઓમાં નકલ માટે
અરજી કરી પછી જ કેમ વચેટિયો થયો સક્રિય?
અરજદાર પ્રવીણભાઈનો મોબાઈલ
નંબર વચેટિયાને કોણે આપ્યો?
શું મામલતદાર અને પ્રાંત કચેરીમાં
વચેટિયાની મદદથી થાય છે વહીવટ?
2023માં જમીન વેચવા કાઢી તેના જરૂરી
દસ્તાવેજની કોપી 2022માં કોણે કઢાવી?
રોજકામની ખરી નકલ વચેટિયા
પાસે કેવી રીતે પહેલેથી તૈયાર હતી?
શું મહેસૂલ વિભાગના બાબુઓ
વહીવટ માટે રાખે છે વચેટિયા?
શું મહેસૂલ મંત્રી આ ગંભીર
મામલાની કરાવશે તપાસ?
શું ટંકારાના મામલતદાર આ
વચેટિયા કાંડનો આપશે જવાબ?
શું પ્રાંતમાં બેસતા નાયબ કલેક્ટર આ
વચેટિયા કાંડનો આપશે જવાબ?
શું રાજ્ય સરકાર આવા દસ્તાવેજ
માફિયાઓને પકડીને નાખશે જેલમાં?
ગુડ ગવર્નન્સના દાવાને કયા
બાબુઓ પાડી રહ્યા છે ખોટો?
જમીનના જરૂરી દસ્તાવેજો મૂળ માલિકને
આપવામાં પણ તંત્રનાં ઠાગાઠૈયાં કેમ?
શું ભ્રષ્ટ અધિકારીઓને મલાઈ ખાધા
વગર કામ કરવામાં નથી જાગતો રસ?
શું રાજ્ય સરકાર આ વચેટિયા કાંડમાં
જવાબદારોને પકડીને કરશે ઘરભેગા?
કેમ એક જરૂરિયાતમંદ અરજદારને સરકારી
કામ માટે આપવા પડ્યા 1 લાખ રૂપિયા?
શું મહેસૂલ અને વહીવટી કચેરીઓમાં
આવી રીતે જ ચાલે છે પૈસાનો વહીવટ?
ટંકારા મામલતદાર ઓફિસમા વહીવટદારના મામલામાં આખરે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. મોરબી કલેકટર જી ટી પંડ્યાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. ઇન્કવાયરી એસડીએમને સોંપવામા આવી છે. અહીં વાત માત્ર મોરબી પુરતી સિમિત નથી આવી તો રાજ્યની કેટલી સરકારી કચેરીઓ હશે જ્યા આ પ્રકારે વચેટિયાઓનું રાજ ચાલતું હશે. આ દૂષણ ક્યારે દૂર થશે એ મોટો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે