સાવધાન! સુરતના જાણીતા આ બિલ્ડર સાથે 32 કરોડની છેતરપિંડી, 3 મોટા પ્રોજેક્ટમાં થઈ ગયો `દાવ`
બિલ્ડર પ્રકાશ લીંબાચિયાની ભાગીદારીની ત્રણ પેઢી ચાલે છે અને તેઓ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2020માં ધીરુ ગજેરા નામનો આરોપી ઉતરાણ મોટા વરાછા ખાતે ચાલતી ફરિયાદીની સાઇટ પર ગયો હતો.
ઝી ન્યૂઝ/સુરત: વરાછાના બિલ્ડર પ્રકાશ લીમ્બાચીયા ગુડુ પોદાર નામની ગેંગના છેતરપિંડીના ભોગ બન્યા હતા. આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. પ્રકાશ લીમ્બાચાની ફરિયાદ લઈ ગુંડું પોદાર, ગૌરવ સલોજા, ધીરુ હીરપરા, રજની, મધુસુદન અને જયેશ હિરપરા સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 32 કરોડની છેતરપિંડી બાબતે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને બે આરોપીની ધરપકડ કરી તેમના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
શું છે સાટા પદ્ધતિથી થતા લગ્ન, જેને કારણે કિંજલ દવેની 5 વર્ષની સગાઈ તૂટી
બિલ્ડર પ્રકાશ લીંબાચિયાની ભાગીદારીની ત્રણ પેઢી ચાલે છે અને તેઓ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2020માં ધીરુ ગજેરા નામનો આરોપી ઉતરાણ મોટા વરાછા ખાતે ચાલતી ફરિયાદીની સાઇટ પર ગયો હતો. ત્યારબાદ ધીરુ ગજેરા એ બિલ્ડર પાસેથી 31 ફ્લેટ લીધા હતા. બરબાદ બિલ્ડર દ્વારા આ તમામ ફ્લેટની ડાયરી ધીરૂ હિરપરાને બનાવી આપવામાં આવી હતી. ત્યારબાદ ધીરુ હીરપરા પોતાની સાથે રજની, ગુડું પોદાર, શ્રેયસ, ગૌરવ સલૂજાને બિલ્ડરને મળાવે છે.
સી.આર.પાટીલનો લોકસભા ચૂંટણી પહેલા મોટો ઈશારો, આ નેતા લડી શકે છે ભરૂચ લોકસભા ચૂંટણી
ધીરુ હિરપરા નામનો વ્યક્તિ આ તમામની ઓળખાણ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની આપીને બિલ્ડર પાસેથી મકાન દુકાન અને ફ્લેટ લેવડાવે છે. 19 મકાન, 7 દુકાન અને 20 ફ્લેટ ઘોડાદરા ખાતે ચાલતી સાઈટ પરથી આ ઈસમોએ બિલ્ડર પાસેથી લીધા હતા. આ તમામ ઈસમો પૈસા ચૂકવ્યા વગર બિલ્ડરને વિશ્વાસમાં લઈ તેની પાસેથી મકાન ખરીદે છે અને ત્યારબાદ પોતાની મોડ્સ ઓપરેંટી અનુસાર શરૂઆતમાં 9.50 કરોડ રૂપિયા બિલ્ડરને ચૂકવે છે. 9 કરોડ રૂપિયા ચૂકવીને આઇસમો બિલ્ડરને ભરોસો આપે છે કે અમે થોડા સમયમાં જ તમને તમામ પૈસા ચૂકવી દેશો અને આ ભરોસો આપ્યા બાદ બિલ્ડર પાસે પૈસા આપ્યા વગર જ તમામ મકાન દુકાન અને ફ્લેટના દસ્તાવેજો આ ઈસમોએ કરાવી લીધા હતા.
મહિલાઓના પ્રાઈવેટ પાર્ટનું પણ થાય છે સુન્નત! 92 દેશોમાં નિભાવાય છે પરંપરા
ત્યારબાદ બિલ્ડર દ્વારા ઉઘરાણી કરવામાં આવતા ગુડ્ડુ પોદાર નામના આરોપીએ પોતે મહુવાના એક ગામમાં 48 વિઘા જમીન લીધી હોવાનું કહીને ફરિયાદી બિલ્ડરને આ જમીનની સોદા ચિઠ્ઠી કરી આપી હતી. ત્યારબાદ ફરિયાદી બિલ્ડરને એક પેપરમાં જાહેર અખબારમાં જમીન બાબતેની નોટિસ મળી ત્યારે તેમને જાણવા મળ્યું કે ગુડ્ડુ પોદારેની કોઈ જમીન ખરીદી નથી.
આરોપીઓને ફરિયાદી બિલ્ડરને 32 કરોડ રૂપિયા ચૂકવવાના થાય છે. પરંતુ તેઓ ચૂકવતા ન હતા અને આ બાબતેની ડાયરી પણ બિલ્ડર પાસે હતી. તેરા સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ થતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા મધુસુદન અને ગૌરવ સલુજા નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 4 દિવસના રિમાન્ડ પોલીસને મળ્યા છે.