VIBRANT GUJARAT 2022: આ વર્ષે શૈક્ષણિક સંસ્થાઓની પ્રિ-સમીટ યોજાશે, દેશ -વિદેશના 3000 લોકો જોડાશે
વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit) અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે દિલ્હીમાં પહોંચ્યા છે. આજે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બેઠક યોજી હતી. આ ઉપરાંત સીએમ પટેલ વિવિધ દેશોના રાજદૂત સાથે પણ બેઠક કરી હતી.
અતુલ તિવારી/ અમદાવાદ: રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit) અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે દિલ્હીમાં પહોંચ્યા છે. આજે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બેઠક યોજી હતી. આ ઉપરાંત સીએમ પટેલ વિવિધ દેશોના રાજદૂત સાથે પણ બેઠક કરી હતી.
વાયબ્રન્ટ સમિટ આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓની કમિટી બનાવાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાયબ્રન્ટ સમિટ પહેલા શૈક્ષણિક સંસ્થાઓની પ્રિ-સમીટ યોજાશે. 5 અને 6 જાન્યુઆરીના રોજ સાયન્સ સીટી ખાતે ઈન્ટરનેશનલ કોંફરન્સ યોજાશે. ઇન્ટરનેશનલ કોંફરન્સ માટે શિક્ષણ વિભાગે GTU, PDPU, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી સહિત અન્ય કેટલીક યુનિવર્સિટીઓનો કમિટીમાં સમાવેશ કરાયો છે.
ઇન્ટરનેશનલ પ્રી કોંફરન્સમાં દેશ -વિદેશના નોબલ લોરીયેટ, પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ સહિત 3000 લોકો જોડાશે. GTUમાં અભ્યાસ કરતા 300 વિદેશી વિદ્યાર્થીઓ સહિત UK, US, કેનેડા સહિત દેશોની યુનિવર્સિટીના પ્રોફેસરોને ઇન્ટરનેશનલ કોંફરન્સ માટે પણ આમંત્રણ અપાયું છે. જેમાં સ્ટાર્ટ અપ ઇનોવેશન, સાયબર સિક્યોરિટી, ફાર્મા તેમજ બાયો ટેકનોલોજી, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જેમાં ખાસ કરીને ભારતીય કળા અને સંસ્કૃતિ તેમજ ખેતી ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU કરાશે.
અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં સ્ટુડન્ટ અને ફેકલ્ટી એકચેન્જ તેમજ જોઈન્ટ રિસર્ચ ક્ષેત્રના MoU કરવામાં આવ્યા છે. હાલ વિશ્વના વિકાસશીલ દેશના વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ માટે આવે છે, પરંતુ વિકસિત દેશની યુનિવર્સિટી પણ જોડાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે. ગત વાયબ્રન્ટ સમિટમાં GTUએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી, કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટી - અમેરિકા, વિસમાર યુનિવર્સિટી - જર્મની તેમજ કન્વર્ટી યુનિવર્સિટી - યુ.કે. સાથે MoU કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube