ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 જાન્યુઆરીના રોજ દેશના સૌથી મોટા 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2019'ને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ટ્રેડ શોનું રાજ્યની રાજધાની ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજન કરાયું છે. અહીં વાઈબ્રન્ટ સમિટના ભાગીદાર દેશના વિશેષ પેવેલિયન ઉભા કરાયા છે. આ સાથે જ અહીં દેશ-વિદેશની ટોચની કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઈનોવેટિવ કંપનીઓ દ્વારા પણ પોત-પોતાનાં પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે. આ પ્રદર્શનની લગભગ 15 લાખ લોકો મુલાકાત લે એવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ શોમાં યોજાનારા વિશેષ કાર્યક્રમ 


  • એક છત નીચે 25 ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રોને આવરી લેવાયા

  • બાયર-સેલર સમિટઃ અંદાજે રૂ.2000 કરોડના વેપારની સંભાવના

  • રિવર્સ બાયર-સેલર મીટઃ 600થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદ/વિક્રેતા વચ્ચે જોડાશે

  • B2B મિટિંગ્સઃ વાઈબ્રન્ટ સમિટમાં આવેલા દુનિયાના ઉદ્યોગપતિઓ, ટોચની કંપનીના CEO વચ્ચે બેઠકોનું આયોજન

  • વેન્ડર ડેવલપમેન્ટ કાર્ચયક્રમ 

  • વ્યાપાર નેટવર્કિંગ

  • તકનીકી મૂલ્યાંકન

  • વિવિધ દેશોના પ્રતિનિધીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા


અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી


વિવિધ થીમ સાથેના પેવેલિયન બનશે મુખ્ય આકર્ષણ


  • મેક ઈન ઈન્ડિયા

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ

  • બૂલેટ ટ્રેન સિમ્યુલેટર

  • ફાર્મ ટૂ ફેબ્રિક પેવેલિયન

  • ડિજિટલ ઈન્ડિયા

  • સ્ટાર્ટ-અપ ઈન્ડિયા

  • આયુષમાન ભારત

  • સાગરમાલા


16 ભાગીદાર દેશના વિશેષ પેવેલિયન


  • કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ધ નેધરલેન્ડ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, ઉઝબેકિસ્તાન, ઝેક રિપબ્લિક, નોર્વે, ઑસ્ટ્રેલિયા અને મોરોક્કો જેવા દેશોના પેવેલિયન

  • આફ્રિકા ખંડ માટે એક અલાયદું પેવેલિયન, જેમાં આફ્રિકાના 32થી વધુ દેશના સ્ટોલ્સ


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો


[[{"fid":"199647","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


નીચેના ક્ષેત્રો પર મુખ્ય ફોકસ રહેશે


  • એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ

  • ઓટોમોબાઈલ્સ, એન્જિનિયરિંગ એન્ડ ઇ-મોબિલીટી

  • બેન્કિંગ, ફાઇનાન્સ અને આઈટી

  • કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ

  • ફાર્માસ્યુટિકલ્સ એન્ડ બાયો ટેક્નોલૉજી

  • સિરામિક્સ

  • સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્ર

  • શિક્ષણ અને કૌશલ્ય વર્ધન

  • જેમ્સ એન્ડ જ્વેલરી, લાઈફસ્ટાઈલ

  • પોર્ટ્સ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ

  • પાવર એન્ડ રીન્યુએબલ એનર્જી

  • સાયન્સ એન્ડ ટેક્નોલોજી,સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન

  • ટેક્સટાઈલ્સ

  • ટ્રાવેલ્સ, ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી

  • અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી

  • વોટર ટ્રીટમેન્ટ એન્ડ એન્વાર્યમેન્ટ


[[{"fid":"199648","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો સેતુ બનશે 'Vibrant Summit-19'


ગુજરાત સાથે જોડાવાનો ફાયદો


  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતની 22% ભાગીદારી

  • કેમિકલ્સ એન્ટ પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ અને અનેક ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસર

  • 24X7 કલાક વિજળી પૂરવઠો 

  • 1600 કિમી લાંબો દરિયાકિનારો

  • ભારતના પોર્ટ કાર્ગોમાંથી 40% કાર્ગોનું ગુજરાતના એક મુખ્ય અને 41 અન્ય બંદરો પરથી સંચાલન

  • 16 ઘરેલુ અને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

  • ટોચની શૈક્ષણિક સંસ્થાઓઃ IIM, IIT, NID, NIFT, PDPU, GNLU & GFSU

  • દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકિય સર્વિસ સેન્ટર (GIFT City)

  • ગેસ ગ્રીડ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય 

  • દેશનું પ્રથમ રાજ્ય જેની પાસે 2 LNG ટર્મિનલ છે 

  • દેશમાં નમક, સોડા એશ અને મરીન ઉત્પાદનોનો સૌથી મોટું નિર્માતા રાજ્ય


વિશ્વમાં ગુજરાતનો ડંકો 


  • વિશ્વમાં સૌથી વધુ એરંડિયા, જીરૂં, ઈસબગુલ, વરિયાળીનું ઉત્પાદન

  • વિશ્વમાં ત્રીજા ક્રમનું ડેનિમ ઉત્પાદન

  • વિશ્વમાં સૌથી વિશાળ કોલસાનું ટર્મિનલ 

  • વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અને રિસાયઈકલિંગ હબ

  • વિશ્વનું સૌથી મોટું અને એકમાત્ર કોપર ઉત્પાદન કેન્દ્ર

  • વિશ્વનો સૌથી મોટો ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ 

  • વિશ્વમાં સૌ પ્રથમ મલ્ટી-ડેવલપર, મલ્ટી-ટેક્નોલોજી, મલ્ટી-ફેસિલિટી અને બહુઉપયોગી સોલાર પાર્ક

  • વિશ્વનો સૌથી વધુ પ્રોસેસ્ડ ડાયમંડ નિર્માતા 

  • વિશ્વનો ચોથો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ 


વાયબ્રન્ટના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...