ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ગુજરાતની મુલાકાતે છે. 20મી જાન્યુઆરીના રોજ એટલે કે આજે સવારે 9.20 કલાકે હેલીકોપ્ટર દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચ્યાં.
જયેશ દોશી, નર્મદા: ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ગુજરાતની મુલાકાતે છે. 20મી જાન્યુઆરીના રોજ એટલે કે આજે સવારે 9.20 કલાકે હેલીકોપ્ટર દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચ્યાં. અહીં તેઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને તેઓ સવારે 10.45 કલાકે હેલીકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સરકારના પ્રતિનિધિ તરીકે તેમની સાથે રહ્યાં હતાં. તેઓ ઉપરાષ્ટ્રપતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતમાં પણ સાથેને સાથે જ હતાં.