વિકરાળ પ્રશ્ન: જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો રંગીલા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનો રંગ ઉતરી જશે
સિરામિક ઉદ્યોગ દેશમાં લાખો લોકોને રોજગારી આપે છે. સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે. જો કે, છેલ્લા મહિનાઓમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસ તેમજ રોમટિરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. અહીના કારખાનેદારો દ્વારા માલની માંગ ઘટી રહી હોવાથી તેના ઉત્પાદન ઉપર કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. જેથી કરીને ધીમેધીમે કરતાં આજની તારીખે લગભગ ૩૦ ટકા જેટલું ઉત્પાદન ઘટી ગયું છે.
મોરબી : સિરામિક ઉદ્યોગ દેશમાં લાખો લોકોને રોજગારી આપે છે. સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે. જો કે, છેલ્લા મહિનાઓમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસ તેમજ રોમટિરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. અહીના કારખાનેદારો દ્વારા માલની માંગ ઘટી રહી હોવાથી તેના ઉત્પાદન ઉપર કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. જેથી કરીને ધીમેધીમે કરતાં આજની તારીખે લગભગ ૩૦ ટકા જેટલું ઉત્પાદન ઘટી ગયું છે.
લિવ ઈનમાં રહેતી સ્વરૂપવાન યુવતી એવી રીતે મળી કે, માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા
દુનિયામાં આજે સિરામિકનો ઉદ્યોગ ભારતના મોરબી ઉપરાંત ચાઈના અને ઈટલીમાં છે. જો કે, ચાઈનાની અંદર આજની તારીખે નેચરલ ગેસ આસરે ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે. મોરબીમાં ટેક્સ સાથે ૬૨.૫૩ રૂપિયાના ભાવથી ગેસ સપ્લાય કરવામાં આવે છે. છેલ્લા બે ભાવ વધારાના કારણે ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ગેસ ઉપરાંત અન્ય રીમટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે. જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ ઘટ્યું છે. ડોમેસ્ટિક માર્કેટમાં માલ બધ સપ્લાઈ થતો નથી. જેથી કેટલા ઉદ્યોગકારો દ્વારા તેના ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે. અમુક ઉદ્યોગકારોએ તો તેના કારખાનામાં માલની ડિમાન્ડ સતત ઘટી રહી છે. જેથી કરીને માલનો કારખાનામાં ભરાવો થતો હોવાથી તેના કારખાના જ બંધ કરી દીધા છે.
થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની રેલમછેલ કરવા માટેની તૈયારી, પોલીસ 29 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ જેટલા નાનામોટા કારખાના આવેલા છે. જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા મળે છે. જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લે બે તોતિંગ ભાવ વધારા કરેલા છે તેના લીધે ઉદ્યોગકારોની કમર તૂટી ચુકી છે. બેન્ક ગેંરેટી માટે રૂપિયા શોધતા થઈ ગયા છે. અધુરામાં પૂરું એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેનરના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે. જે કન્ટેનર પહેલા બે થી ત્રણ હજારમાં ભાડે મળતા હતા તે હાલમાં ૧૦ થી ૧૨ હજારમાં પણ ભાડે મળી રહ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube