લિવ ઈનમાં રહેતી સ્વરૂપવાન યુવતી એવી રીતે મળી કે, માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા

25 નવેમ્બરનાં સવારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા રીબડા ગામનાં પેટ્રોલ પંપ પાસે જીન્સ અને ટી-શર્ટ પહેલી અજાણી યુવતી...

Updated By: Nov 27, 2021, 09:48 PM IST
લિવ ઈનમાં રહેતી સ્વરૂપવાન યુવતી એવી રીતે મળી કે, માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા

ગૌરવ દવે/રાજકોટ : શહેરમાં પ્રેમ સબંધનો કરૂણ અંત આવ્યો છે. થોડા દિવસ પહેલા રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામનાં દરવાજા પાસે મળેલી યુવતીની લાશમાં નવો વળાંક સામે આવ્યો છે. યુવતી હત્યા કરી લાશ તેનો જ પ્રેમિ ફેંકી જતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. રાજકોટ પોલીસે યુવતીનાં પ્રેમિની ધરપકડ કરી પુછપરછ કરતા આરોપીઓ કબુલ્યું હતું કે, લીવ-ઇન-રીલેશનમાં રહેતા હતા પરંતુ ચારીત્ર પર શંકા જતા ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ગોંડલ તાલુકા પોલીસને સોંપી દેતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની રેલમછેલ કરવા માટેની તૈયારી, પોલીસ 29 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો

તારીખ 25 નવેમ્બરનાં સવારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા રીબડા ગામનાં પેટ્રોલ પંપ પાસે જીન્સ અને ટી-શર્ટ પહેલી અજાણી યુવતીની લાશ મળી આવી હતી. ગોંડલ તાલુકા પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસને યુવતીની હત્યા કરી ફેંકી દેવામાં આવી હોવાની શંકા જતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતક યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યો હતો. જોકે યુવતીની ઓખળ ન થતા પોલીસે સોશ્યલ મિડીયા, ટેક્નિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોને ફોટા મોકલ્યા હતા. 

GUJARAT CORONA UPDATE: 28 નવા કેસ, 45 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

જેમાં મૃતક યુવતી કોઠારીયા ગામમાં રહેતા સાજેદા ફિરોજ સમા હોવાનું ખુલ્યું હતું. જેથી રાજકોટ શહેર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મૃતક સાજેદા રીબડા ગામનાં પટેલ સંદિપ છગન સગપરીયા સાથે રહેતી હતી. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સહકાર મેઇન રોડ પર રધુવિર સોસાયટીમાં રહેતા સંદિપ સગપરીયાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી હતી. જેમાં તેને પ્રેમિકા સાજેદા ઉર્ફે સંજના સમાની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. હાલ ગોંડલ તાલુકા પોલીસે આરોપીનો કબજો લઇને વધુ તપાસ શરૂ કરી છે. 

રાજકોટ: યુવતી પોતાના બોયફ્રેંડ સાથે અંગત પળો માણી રહી હતી ત્યારે પાડોશી યુવક આવ્યો અને પછી બંન્ને...

શા માટે પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી સંદિપ સગપરીયા અને મૃતક સાજેદા ઉર્ફે સંજના સમા ત્રણ વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા. પ્રેમ સબંધ બંધાતા બે વર્ષ થી આરોપી સંદિપે સાજેદા સાથે લીવ-ઇન-રીલેશનમાં રહેતા હતા. આરોપી પરિણીત હોવાથી પ્રેમિકાને શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં રૂમ ભાડે રાખીને રાખતો હતો. જોકે સંદિપ અને સાજેદાનાં અનૈતિક સબંધોને કારણે સાજેદાની ઘરે પારણું બંધાયું હતું અને પુત્રનો જન્મ થયો હતો. સાજેદા ફોનમાં વાતચિત વધુ કરતી હોવાથી આરોપી સંદિપ સગપરીયાને ચારીત્ર પર શંકા ગઇ હતી. જેથી ગત તારીખ 24 નવેમ્બરનાં સાજેદા ઉર્ફે સંજનાને ગોંડલ ચોકડી મળવા માટે બોલાવી હતી અને ત્યાંથી મોટર સાઇકલ પર રીબડા લઇ ગયો હતો. જ્યાં પેટ્રોલ પંપ પાસે ઉભા હતા ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થતા આરોપી સંદિપે સાજેદાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને લાશ ત્યાં જ ફેંકી નાસી ગયો હતો. પ્રેમ સબંધનો કરૂણ અંત આપનાર સંદિપ હાલ જેલનાં સળિયા ગણતો થઇ ગયો છે. જોકે તેનાં આ અનૈતિક સબંધોની પાછળ સંદિપની માતા, પત્ની અને બે બાળકો નોધારા બની ગયા છે. ત્યારે પોલીસે આરોપી સંદિપની ધરપકડ કરી વધું પુછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube