સાબરકાંઠામાં નર્સિંગ કોલેજની ઘોર બેદરકારી; એમ્બ્યુલન્સમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થિનીઓ કરે છે મુસાફરી
હિંમતનગરમાં જૂની સિવિલમાં આવેલ સ્કુલ ઓફ નર્સિંગના GNM ના વિધાર્થીઓ સવારે GMERS હોસ્પિટલમાંથી પ્રેક્ટીકલ પૂર્ણ કરીને જૂની સિવિલમાં આવેલ એમ્બ્યુલન્સમાંથી એક નહિ બે નહિ પરતું 30થી વધુ વિધાર્થીઓની ઉતર્યા હતા.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરમાં સરકારી નર્સિંગ કોલેજમાં સ્કુલ બસ કંડમ હોવાને લઈને સરકાર ધ્વારા બસની ફાળવણી નહિ થવાને લઈને વિધાર્થીઓને એમ્બ્યુલન્સમાં બેસાડી હેરફેર કરવામાં આવે છે. જેને લઈને વિકસિત ગુજરાતની તસ્વીર એમ્બ્યુલન્સમાં પ્રેકટીકલ માટે જતા નર્સિંગ કોલેજના વિધાર્થીઓ જઈ રહ્યા છે.
હિંમતનગરમાં જૂની સિવિલમાં આવેલ સ્કુલ ઓફ નર્સિંગના GNM ના વિધાર્થીઓ સવારે GMERS હોસ્પિટલમાંથી પ્રેક્ટીકલ પૂર્ણ કરીને જૂની સિવિલમાં આવેલ એમ્બ્યુલન્સમાંથી એક નહિ બે નહિ પરતું 30થી વધુ વિધાર્થીઓની ઉતર્યા હતા. ત્યારે વિધાર્થીઓને મુસાફરી કરવા માટે બસના બદલે એમ્બ્યુલન્સ અને એમાં પણ ઘેટા બકરાની માફક ભરેલા જોવા મળ્યા હતા. વિકસિત ગુજરાતની વરવી તસ્વીર જોવા મળી હતી. આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સેવાની વાતો કરતી ગુજરાતનું આરોગ્ય વિભાગ અહિયાં વામણું પુરવાર થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં સરકારી નર્સિંગ કોલેજ ચાલે છે.ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં જૂની સિવિલ હોસ્પિટલમાં સર પ્રતાપ સ્કુલ ઓફ નર્સિંગ ચાલે છે.તેની બાહુમાં હોસ્ટેલ પણ આવેલી છે.આ સ્કુલ ઓફ નર્સિંગમાં GNM ના પ્રથમ બીજું અને ત્રીજું વર્ષનો અભ્યાસ ચાલી રહ્યો છે.જ્યાં 150 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
તો વિધાર્થીઓને અભ્યાસ બાદ રોજ સવારે એક બેચ પ્રેક્ટીકલ માટે હિંમતનગરના જૂની સિવિલ હોસ્પિટલમાં કોલેજ થી રોજ સવારે વિધાર્થીઓ નવી સિવિલમાં પ્રેક્ટીકલ માટે જાય છે અને એ પણ ત્રણ કિમી એમ્બ્યુલન્સમાં જાય છે. તો છેલ્લા ચાર વર્ષથી આવી પરિસ્થિતિમાં વિધાર્થીઓને હેરાફેરી કરવી પડી રહી છે. સરકારમાં બસની માંગણી કરવામાં આવી છે પરતું માગણી સંતોષાતી નથી જેને પરિણામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે સિવિલની એમ્બ્યુલન્સમાં વિધાર્થીઓને પ્રેક્ટીકલ માટે રોજ જવું પડે છે.અને આ પરિસ્થિતિ એક કોલેજમાં નહિ પરતું આખાય ગુજરાતની સરકારી નર્સિંગ કોલેજમાં હોવાની જાણકારી મળી રહી છે.
વિકાસશીલ ગુજરાત 2047ના વિકસિત ગુજરાત કેવું હશે તેની વાતો થઇ રહી છે, ત્યારે આ જ ગુજરાતમાં નર્સિંગના વિધાર્થીઓને કંડમ બસની સામે સરકારની બેદરકારીના અભાવે મજબુર વિધાર્થીઓને દર્દીઓની એમ્બ્યુલન્સમાં બેસવું પડે છે.