વડોદરા: ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન પેટાચૂંટણીના કારણે તમામ બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. ભાજપનાં તમામ દિગ્ગજો પોતાની તમામ શક્તિ લગાવીને મહત્તમ ઉમેદવારો જીતે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જેના અનુસંધાને મુખ્યમંત્રીથી માંડીને તમામ કાર્યકર્તાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં નાયબ મુખ્યપ્રધાન કરજણના કરોલી ગામમાં સભાને સંબોધિત કરી હતી. કરજણના કરોલી ગામમાં ચપ્પલ ફેંકાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં કોરોના પડ્યો ઘૂંટણીયે, માત્ર 908 કેસ, 3નાં જ મોત


નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મીડિયા સાથે ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાછળથી કોઇ વ્યક્તિ દ્વારા તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જો કે ચપ્પલ કોણે ફેંક્યું તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા નથી. પરંતુ તેઓ જ્યારે મીડિયા સાથે ચર્ચા કરતા હતા ત્યારે અચાનક કોઇ દ્વારા પાછળથી તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જો કે આ અગાઉ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે મહેબુબા મુફ્તીને પાકિસ્તાન જતા રહેવા જણાવ્યું હતું. જો પાકિસ્તાન નહી જાઓ તો જેલ ભેગા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો દેશનાં કાયદા જેને પણ ન ગમતા હોય તે પાકિસ્તાન જઇ શકે છે. જો તેમને આર્થિક તકલીફ હોય તો ટિકિટ અથવા તો ટિકિટના પૈસા મારી પાસેથી આવીને લઇ જાય.


બેકાર એન્જિનિયર ચોરીનાં રવાડે ચડ્યો, શોરૂમમાં જઇને ગાડીને સેલ માર્યો પણ ગેટ પાસે થયું એવું કે...


નીતિન પટેલે જણાવ્યું કે, ભાજપની ગુજરાત સરકાર દ્વારા કામોની યાદી બનાવવામાં આવે તો એક અઠવાડીયા સુધી યાદી બોલવી પડે તેટલા કામ કર્યા છે. કોંગ્રેસે ઇન્દિરા ગાંધીને મહાત્મા ગાંધીના પુત્રી ગણાવીને ગાંધીજીનું નામ વટાવ્યું. 50 વર્ષ સુધી તેમણે ઇતિહાસને તોડી મરોડીને રજુ કર્યો. કોંગ્રેસને દેશની જનતા ક્યારે પણ માફ કરી શકશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube