સુરતમાં IPL સટ્ટાનો મોટો ખેલ ઝડપાયો! 4 ની ધરપકડ, 96 વોન્ટેડ જાહેર, કરોડના વ્યવહાર સામે આવ્યો...!
ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે આવેલા મકાનમાં મોટા પાયે ipl પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.
પ્રશાંત ઢીવરે/સુરત: રાંદેર વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં IPL પર ઓનલાઇન સટ્ટો રમાડાતાં નેટવર્ક ઝડપી પાડ્યું હતું. IPL પર સટ્ટો રમાડનાર 4 ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે ત્યાંથી 3.61 કરોડના વ્યવહાર ની માહિતી મેળવી હતી અને 5.70 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જ્યારે 96 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ રાંદેર પોલીસને સોંપી હતી.
મોટી દુર્ઘટના! પોળોમાં ફરવા આવેલા યુવકનું મોત, આણંદથી 9 મિત્રો ઇકો કાર લઈ આવ્યા હતા
ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે આવેલા મકાનમાં મોટા પાયે ipl પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જે આધારે ગાંધીનગરથી સ્ટેટ વિજિલ્સ સેલની ટીમ દ્વારા આજે રેડ કરવામાં આવી હતી. દરમિયાન ipl મેચ પર સટો રમાડતા હોવાનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું.
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો! કયા રાજ્યમાં કેટલો થયો છે DAમાં વધારો?
એસએમસીની ટીમે દરોડા પાડી સટ્ટો રમાડનાર રિતેશ પટેલ, દીપક ઉર્ફે દીપુ સુદવાની, ડેનિસ પંચોલી અને વિનેશ પટેલ નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રેડ કરી 28 મોબાઈલ, લેપટોપ, 2 વિહિકલ, રોકડ, સીમ કાર્ડ સહિત 5,69,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Indian Navy recruitment 2023: નેવીમાં બમ્પર ભરતી, જાણો તમે અરજી કરી શકો છો કે નહીં?
Ipl પર સટ્ટો રમાડનારને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કર્યા બાદ ચાર આરોપીની ધરપકડ કરી તેમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ipl શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા ક્રિકેટના સટ્ટા પર 3,46,61,432 રૂપિયાનો વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત અત્યાર સુધીમાં 96 જેટલા આરોપીઓ આ ગેંગ દ્વારા ઓનલાઇન સટ્ટો સમતા હોવાનું જાણવા મળ્યું છે.
પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રધાનમંત્રી જેમ્સ મારાપે પગે લાગ્યા
પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલે સટ્ટો રમાડનાર ચાર ની ધરપકડ કરી 96 જણને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી તમામ આરોપીને રાંદેર પોલીસને સોંપી વધુ તપાસ રાંદેર પોલીસને સોંપી છે.