7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો! જાણો કયા રાજ્યમાં કેટલો થયો છે DAમાં વધારો

DA Hike News: સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 42 ટકા સુધીનો વધારો કર્યો છે. આ ક્રમમાં ઘણા રાજ્યોએ ડીએમાં પણ વધારો કર્યો છે.

7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો! જાણો કયા રાજ્યમાં કેટલો થયો છે DAમાં વધારો

7th Pay Comission DA Hike:  કેટલાક મહિનામાં વિવિધ રાજ્યોના સરકારી કર્મચારી (Government Employees)ઓના પગારમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના DA વધારાના સમાચાર બાદ ઘણા રાજ્યોએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકાર હવે 42 ટકાના દરે ડીએ આપે છે, જે પહેલા 38 ટકા હતી. આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે.

મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. જો કે સરકાર સંજોગો અનુસાર તેને મુલતવી પણ રાખી શકે છે. ડીએ છ મહિના પર રીલીઝ થાય છે. મતલબ કે પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો વધારો જુલાઈમાં. યુપી, તમિલનાડુ, આસામ અને રાજસ્થાન જેવા રાજ્યો દ્વારા જાન્યુઆરીના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે.

તમિલનાડુએ કેટલો વધારો DA
તામિલનાડુ સરકારે હાલમાં જ ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે, જેનો અર્થ છે કે હવે મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયું છે. તેનાથી 16 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આ નવા દરો 1 એપ્રિલ, 2023થી ધ્યાનમાં લેવામાં આવશે.

ઉત્તર પ્રદેશના કર્મચારીઓને લાભ
ઉત્તર પ્રદેશના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અહીં પણ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકા ડીએ આપવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી 16.35 લાખ કર્મચારીઓ અને 11 પેન્શનધારકોને ફાયદો થશે.

બિહારમાં વધ્યું DA
બિહાર સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતાં ડીએમાં વધારાની પણ જાહેરાત કરી છે. અહીં કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવશે. આ વધારાનો લાભ પેન્શનધારકોને પણ આપવામાં આવશે.

હિમાચલ, આસામ અને રાજસ્થાનમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો
હિમાચલમાં કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આસામમાં કર્મચારીઓને 4 ટકા ડીએ વધારાની ભેટ આપવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news