અમદાવાદ : રાજ્યમાં કોરોનાનાં કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. હાઇકોર્ટ પણ વારંવાર સરકાર અને અધિકારીઓને ટપારી રહી છે. તેવામાં સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી હેઠળ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હોવાના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરાની બદલી થતા નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજય નેહરાનાં સમર્થનમાં આંદોલન ચલાવાયું હતું. જો કે આ તમામ વિવાદો વચ્ચે વિજય નેહરાએ પોતાનો નવો પદભાર ગ્રામવિકાસ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હોવાની માહિતી પણ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ તેમણે ખુબ જ સુચક કવિતા ટ્વીટ કરી હતી. જેના પરથી  મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઘણા અંશે અંદાજ આવે છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય નેહરાએ પ્રખ્યાત હિન્દી કવિ શિવંગલ સિંહ 'સુમન'ની કવિતા ટ્વિટ કરી હતી. આ કવિતા થકી તેમણે ઇશારો કર્યો કે તેઓ ઝુંકશે નહી. આ કવિતા પરથી એક વસ્તું પણ સ્પષ્ટ છે કે તેમણે અમદાવાદમાં કરેલી કામગીરીનો તેમને સંતોષ છે અને તેમણે જે કામગીરી કરી હતી તેને તેઓ હજી પણ સાચી માને છે. તેઓ રાજકીય કિન્નાખોરી સામે ઝુકશે નહી. 



રૂપાણી'વિજય' નેહરા વચ્ચે બેઠક
આજે વિજય નેહરા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મનરેગા મુદ્દે મુખ્યમંત્રી અને વિજય નેહરાએ ચર્ચા કરી હતી. નેહરાની સામે હાલમાં જ થયેલી હિજરતની સ્થિતીમાં રોજગાર પુરો પાડવાનો છે. ગ્રામીણ વિસ્તારમાં મનરેગા વધારે રોજગારી મળે તે હેતુથી નક્કર સેવા બનાવવાનું છે. દરરોજ 15 લાખ લોકોને રોજગારી આપવાનું લક્ષ્યાંક છે. હાલમાં 4 લાખ લોકોને રોજગારી મળે છે.