હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક યોજાનાર છે. જેમાં શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (bhupendrasinh chudasama) ની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા પર થઈ શકે છે. આ રાજકીય ચર્ચાની સાથે કોરોના વાયરસને લઈને સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે. આ ઉપરાંત 17મી તારીખથી પૂરા થઇ રહેલા લોકડાઉન સંદર્ભે છૂટછાટ આપવાના મુદ્દા ઉપર પણ સમીક્ષા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાવાયરસને લઈને જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજનો મહત્તમ લાભ ગુજરાત ઉઠાવી શકે તેના સંદર્ભે પણ ચર્ચા વિચારણા થઇ શકે છે.


આખરે ગુજરાતના 33માં જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલીમાં પહેલો કેસ આવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં સતત સાતમી વાર કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. સામાન્ય રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાતી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજરી આપતા હોય છે. જો કે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેબિનેટ બેઠકમાં હાજરી આપશે કે નહિ તે ચર્ચાનો વિષય બન્યો છે. મંત્રીમંડળના બાકીના સભ્યો જે તે વિસ્તાર માંથી વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપશે.


બિસ્તરા-પોટલા માથે ઉપાડીને GMDC મેદાનમાં પહોંચ્યા પરપ્રાંતિયો, પણ નિરાશ થઈને પરત ફર્યાં


ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નહિ રહે હાજર
શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજની કેબિનેટ બેઠકમાં હાજરી નહિ આપે. તેઓ ધોળકા વિધાનસભા બેઠક સંદર્ભે ગઈકાલે હાઇકોર્ટે આપેલા ચુકાદા સંદર્ભમાં સ્ટે મેળવવા માટે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર કેબિનેટ બેઠકમાં તેઓ ગેરહાજર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર