રાજકોટ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના અનેક જૂના જોગીઓના પત્તા કપાયા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભુપેન્દ્ર ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક નેતાઓને ભાજપે ઘરે બેસાડી દીધા. ત્યારે આજે રાજકોટમાં એક સભા સંબોધનમાં વિજય રૂપાણી સ્ટેજ પર આવ્યા બાદ બેસતા સમયે પડતા પડતા રહી ગયા હતા. બેસતા સમયે તેઓ ફસકી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં આજે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા ગયા હતા. ઉમેદવારો ઉમેદવારી પત્રક નોંધાવે તે પહેલા સભા યોજાઈ હતી. જેમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત નેતાઓ-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નીચે બેસવા જતા વિજય રૂપાણી ફસકી પડ્યા હતા. બે જણાએ તેમને સાચવ્યા હતા. 


આ પણ વાંચો : TV ઇંડસ્ટ્રીને વધુ એક આંચકો! 'મલખાન' બાદ હવે આ અભિનેતાનું હાર્ટ એટેકથી થયું નિધન



પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જાહેરસભા નિવેદન આપ્યું કે, ભાજપની પ્રણાલી રહી છે કે નવા લોકોને તક આપવામાં આવે છે. રાજકોટના કાર્યકર્તાઓએ જનસંઘ વખતથી જ કામ કર્યું છે. રાજકોટના કાર્યકર્તાઓને કહેવું ન પડે કે કામે લાગી જાવ. આપણે ત્યાં જૂથવાદ નથી, પાર્ટીએ જે નક્કી કર્યું તે સ્વીકારી કામે લાગી જવાનું હોય છે. વજુભાઈ વાળાને જ્યારે સીટ ખાલી કરવા કહેવામાં આવ્યું ત્યારે પાર્ટીની સીટ છે કહી વિચાર્યા વગર ખાલી કરી દીધી હતી. મને પણ રાજીનામું આપવા કહ્યું ત્યારે મેં પણ વિચાર્યા વગર જ રાજીનામું આપી દીધું હતું. 


તો કોમન સિવિલ કોડ મુદ્દે વિજય રૂપાણી બોલ્યા કે, હવે બધા માટે સરખો કાયદો આવી રહ્યો છે. હવે ગમે એટલા લગ્ન અને ગમે એટલા બાળકો નહિ કરી શકાય. મારી બહેનોએ હવે ચિંતા કરવાની જરૂર નથી.