ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં રૂપાણીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ગુજરાત વિધાનસભાની 2017ની ધોળકા બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી છે. ત્યારે આ ચુકાદો રૂપાણી સરકાર (Vijay Rupani) માટે મોટુ રાજકીય સંકટ લાવી શકે છે. રાજ્યમા પોતાની સરકાર હોય ત્યારે આ પ્રકારનો ચુકાદો આવે રાજકીય પક્ષ માટે મોટો ચુકાદો ગણી શકાય. સતત લાંબી મજલ કાપીને સત્તા પર આવેલા ભાજપે (BJP) ગત અનેક ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે તેમના પક્ષના નેતાની જીતને આ રીતે પડકારવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ પોસ્ટલ ચૂંટણી જીત પર અનેક સવાલો ઉભા થયા હતા. અઢી વર્ષથી આ કાયદાકીય લડાઈ
ચાલુ હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ સાથે ભાજપ પક્ષને પણ મોટો ઝટકો લાગ્યો છે. 


ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આ અરજી પણ ફગાવવાની માંગ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી, પરંતુ આખરે આ ચુકાદો તેમના તરફી આવ્યો ન હતો. ત્યારે હવે જો પક્ષ દ્વારા સુપ્રિમ કોર્ટમાં આ અપીલ કરવામાં આવે તો સુપ્રિમ કોર્ટ શુ ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે. તો બીજી તરફ, કોંગ્રેસ પક્ષ માટે આ એક ખુશીના સમાચાર બની રહ્યા હતા. આ કાયદાકીય લડાઈ અરજી કરનાર અશ્વિન રાઠોડની એકલાની નહિ, પરંતુ કોંગ્રેસ પક્ષની પણ લડાઈ હતી. તેથી કોંગ્રેસ માટે આ નિર્ણય મોટો નિર્ણય સાબિત થયો છે.  


ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ચૂંટણી રદના ચુકાદા પર સરકારની આવી છે પ્રતિક્રિયા...