ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. 

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી

ઝી મીડિયા/બ્યૂરો :ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો છે. હાલ, સરકાર જ્યારે કોરોનાની મહામારી અટકાવવામાં અસફળ રહી છે, ત્યારે આ બીજો મોટો ઝટકો ગુજરાત સરકારે મળ્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસે આ ચુકાદાથી ખુશી વ્યક્ત કરી છે. વીડિયો કોન્ફરન્સથી હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. 2017માં ધોળકા બેઠક પર થયેલી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતની ચૂંટણી કેન્સલ થઈ છે. આ ચુકાદામાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન એવુ છે કે, દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન જરૂરી છે. 

જજમેન્ટને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે 
તો બીજી તરફ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. આગામી બેથી ત્રણ સપ્તાહમાં હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાયદાકીય નિષ્ણાતોની સલાહ બાદ આ ચુકાદા સામે અપીલ કરવાનું નિર્ણય લેશે તેવુ જાણવા મળ્યું છે.

ચુકાદા બાદ વિપક્ષે શું કહ્યું...
કોર્ટના આદેશ બાદ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી હતી કે, ‘સત્યમેવ જ્યતે....’ તો કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે હાઈકોર્ટના ચુકાદા અંગે જણાવ્યું કે, સત્યની જીત થઈ છે. ભાજપે સત્તાનો દુરુપયોગ કરયો છે, તેને કોર્ટે નકારી કાઢ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા કેવી રીતે કાયદાનો દુરુપયોગ કરે છે તે સામે આવ્યું છે. આ ચુકાદાથી ભાજપને ઝટકો લાગ્યો છે, સાથે જ સ્પષ્ટ થાય છે કે દુરુપયોગેને કોર્ટે લોકોના સામે લાવ્યું છે. ગુજરાતના લોકોની જીત છે. અંતિમ જીત પણ લોકોની જ થશે. પણ લોકોની સામે આ દુરુપયોગ સામે આવ્યો છે. આવી જ રીતે તેઓ ઈલેક્શન જીતે છે. જે રીતે કોરોનાને હરાવવા ગુજરાત સરકાર અસફળ રહી છે. કોરોનાની આપદામાં આઈએએસ ઓફિસર સત્તા ચલાવી રહ્યાં છે. ન તો કોઈ મંત્રી, ન તો કોઈ નેતા સામે આવી રહ્યાં છે. 

જજમેન્ટને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે 
તો બીજી તરફ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. આગામી બેથી ત્રણ સપ્તાહમાં હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાયદાકીય નિષ્ણાતોની સલાહ બાદ આ ચુકાદા સામે અપીલ કરવાનું નિર્ણય લેશે તેવુ જાણવા મળ્યું છે.

હાશ... લોકડાઉન બાદ આજે પહેલીવાર પેસેન્જર ટ્રેનો દોડશે, અમદાવાદથી દિલ્હીની ટ્રેન નીકળશે 

શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news