અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 રથ ઉમેરવામાં આવ્યા છે. આ પ્રંસગે મીડિયાને સંબંધોનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી થતા મોત મામલે જે સ્પષ્ટતા કરી તે વાત ગળેથી ઉતરે તેમ નથી. સરકારી ચોપડે રોજ 40 થી 50 જેટલા મોતના આંકડા સમગ્ર ગુજરાતમાં બતાવવામાં આવે છે. પરંતુ સ્મશાનોમાં સળગી રહેલી ચિતાઓ અને કોરોના ગાઈડલાઈનથી થતા અંતિમ સંસ્કાર કંઈક અલગ જ વાત સૂચવે છે. 


નવરો પતિ કોરોનાગ્રસ્ત પત્ની પાસેથી કરી રહ્યો છે એક જ ડિમાન્ડ, સેક્સ...સેક્સ...સેક્સ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આ મામલે મુખ્યમંત્રીએ કહ્યું કે, એક વર્ષથી કોરોનાથી મૃત્યુના આંકડાના અંગે વિસંગતતા અને ચર્ચા ચાલે છે. અમને આંકડા છુપાવવાનુ કારણ કોઈ નથી. આંકડા છુપાવીને અમને કોઈ લાભ નથી. કોરોનાથી અમારા રજિસ્ટ્રેશનમાં થાય છે તે બતાવીએ છીએ. મૃત્યુમાં પ્રાઈમરી કારણ અને સેકન્ડરી કારણ જોવામાં આવે છે. કોમોર્બિટને કારણે થતા મૃત્યુને અમે ગણતા નથી. એનાલિસીસી કમિટી પ્રાઈમરી અને સેકન્ડરી કારણ આપે છે. બીજા કોઈ કારણોસર મૃત્યુ થયુ હોય તો તે મૃત્યુને કોરોનામાં ગણાતા નથી. આઈસીએમઆરનું ગાઈડલાઈન મુજબ, મૃત્યુના એનાલિસીસ બાદ આંકડો આપવામાં આવે છે. 


DIG મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા, 12 દિવસમાં જ તોડ્યો દમ   


બીજુ એ કે, સિવિલમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેમને બ્લ્યૂ કવર કરીને સ્મશાનમં મોકલીએ છીએ. સ્મશાનમાં બધુ બ્લ્યૂ આવે છે તેને કેરોના સમજીને અંતિમસંસ્કાર કરાય છે. તેથી આ કન્ફ્યૂઝન થાય છે. બાકી કોઈ કારણ નથી. 



જોકે, મુખ્યમંત્રીનો આ ખુલાસો ગળે ઉતરે તેમ નથી. કારણ કે, કોમોર્બિટ દર્દીઓ અત્યાર સુધી ગમે તેટલી મોટી બીમારી હોવા છતા જીવિત હતા, પરંતુ તેઓનેક કોરોના થયો એટલે તેમનું મોત નિપજ્યું છે. પરંતુ સરકાર તે માનવા તૈયાર નથી. સરકાર આવા દર્દીઓને કોમોર્બિટમાં ખપાવવા માંગે છે, ન કે કોરોનાથી મોતમાં. ત્યારે ફરી એકવાર સાબિત થયું કે, સરકાર કંઈક છુપાવવા માંગે છે.