ઝી મીડિયા/બ્યૂરો :વિજય રૂપાણી (Vijay Rupani) ની મુખ્યમંત્રીની સફર આખરે પૂરી થઈ છે. ચાર વર્ષે પહેલા તેમને રંગેચંગે મુખ્યમંત્રી (gujarat cm) ના પદ પર બિરાજમાન કરવામા આવ્યા હતા. ત્યારે આજે રાજીનામા એક દિવસ બાદ તેઓ પદ પરથી ઉતરીની જાહેરજીવન પર જોવા મળ્યા હતા. એક જ દિવસમાં તેમની લાઈફસ્ટાઈલ જાણે બદલાઈ ગઈ હોય તેમ તેમની તેઓ સાદગી રીતે જાહેરજીવનમાં જોવા મળ્યા હતા. રાજીનામુ (Vijay Rupani resigns) આપ્યાના બીજા જ દિવસે તેઓ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં તેમની બહેનના ઘરે પારણા કરાવવા પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીનામા બાદ બીજા દિવસે વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે તેમના બહેનના ઘરે પહોંચ્યા હતા. હાલ જૈનોનું ખાસ પર્વ પર્યુષણ ચાલી રહ્યુ છે, ત્યારે વિજય રૂપાણી આ માટે બહેનના ઘરે આવ્યા હતા. તેઓ બહેનના ઘરે પોણા કલાક જેટલુ રોકાયા હતા. જેમાં તેઓ પરિવાર સાથે આનંદની પળો માણતા દેખાયા હતા. 


આ પણ વાંચો : ગુજરાત CM ની રેસ વચ્ચે નીતિન પટેલનુ મોટું નિવેદન, ચહેરો એવો જોઈએ જેને જનતા ઓળખતી હોય 


તેમના બોડી લેંગ્વેજની વાત કરીએ તો તેમણે મીડિયાને માત્ર અભિવાદન કર્યુ હતું. તેઓ બહેનના ઘરમાંથી ગાડીમાંથી બેસીને ડાયરેક્ટ જવા નીકળી ગયા હતા. પ્રોટોકોલ મુજબ એકદમ સાદગીભપૂર્ણ મુલાકાત હતી. એક જ દિવસમાં તેમની લાઈફસ્ટાઈલ જાણે બદલાઈ ગઈ હતી. આ મુલાકાતમાં કોઈ પ્રકારનો તામઝામ પણ ન હતો. બહેનને મળવા આવેલા ભાઈની આ સાદગીભરી મુલાકાત હતી. એક જ દિવસમાં તેમની સાથે રહેતો ગાડીઓનો કાફલો પણ ઓછો દેખાયો હતો.  


આ બાદ દિલ્હીથી આવેલા નિરીક્ષકો મુખ્યમંત્રી બંગલે પહોંચ્યા હતા. આ નિરીક્ષકોએ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યા સુધી નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ન લેવાય ત્યાં સુધી વિજય રૂપાણી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવશે.