ગાંધીનગર: નવી ચૂંટાઈ આવેલી ગુજરાતની સરકારની આજે શપથવિધિ છે. સવારે 11 વાગ્યે ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે આ શપથગ્રહણ સમારોહ યોજાયો છે. મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા શ્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેના બે મંદિર પંચદેવ અને અક્ષરધામની મુલાકાત લીધી તથા દર્શન કર્યાં. વિજય રૂપાણી સાથ તેમના પત્ની પણ હાજર હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે 11 વાગ્યે ગુજરાતમાં નવી બનેલી સરકારનો શપથવિધિ સમારોહ યોજાશે. 8 કેબિનેટ અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં નવ નવા ચહેરા સામેલ કરાયા છે.  વિજય રૂપાણીનાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ ગાંધીનગરમાં તડામાર ચાલી રહી છે. ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો છે. જેમાં 18 રાજ્યોનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહ્યાં છે.