આજે મને મારું ગામડું સાંભરે : શહેર કરતા ગામડામાં ગરમી કેમ ઓછી, અહીં મળશે તેનો જવાબ
Village Life : કાળઝાળ ગરમીમાં સૌ શહેરીજનો શેકાઈ રહ્યા છે, શહેરના આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ શહેરથી દૂર જ્યારે ગામડામાં જઈએ ત્યારે કંઈક અલગ જ અહેસાસ થાય છે. ચારે બાજુ હરિયાળી અને ખુલ્લા ખેતરમાંથી ફરફર વહેતો પવન ગરમીને જાણે તિલાંજલી જ આપી દે છે
Amreli News કેતન બગડા/અમરેલી : કુદરતે આપેલી વન્યસૃષ્ટીનું શું મહત્વ છે તેનો અહેસાસ આજે આપણે સૌ કરી રહ્યા છીએ, આડેધેડ કરેલા વૃક્ષોના નિકંદન અને ઉભા કરેલા ક્રોક્રિંટના જંગલોને કારણે કેવો આકરો તાપ પડી રહ્યો છે તે કહેવાની જરૂર નથી. આકાશમાંથી જ્યારે અગનગોળા વરસી રહ્યા છે ત્યારે શહેરમાં રહેતા અનેક લોકોને ગામડું યાદ આવ્યું જ હશે. શહેરની સુવિધાઓ કરતાં ગામડામાં ખુલ્લા ખેતરની મજા ભૂલી ન શકાય. કાળઝાળ ગરમીમાં શહેરમાં રહેતા લોકો ત્રસ્ત છે ત્યારે માટી-છાણ અને નળિયાવાળા ઘરમાં ગામડાના લોકો ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. જુઓ ગરમીમાં શહેરની છત કરતાં ગામડાના નળિયાની મજાનો આ અહેવાલ.
ગામડામાં કેમ ઓછી લાગે છે ગરમી?
- આધુનિક મકાન કરતાં પણ વધુ ઠંડક લીંપણવાળા મકાનમાં થાય છે
- દિવાલો પર છાણ-માટીના લીંપણથી સૂર્યના કિરણો રિફ્લેક્સ થઈ જાય છે
- છત પર દેશ નલિયાથી પવનની અવરજવર સતત થતી રહે છે
- ઘરમાં બફારો કે તાપ નથી લાગતો
વાવાઝોડું નજીક આવ્યું કે ગુજરાતથી દૂર ગયું, આ રહ્યાં વાવાઝોડાના તમામ નવા અપડેટ
આજ મને સાંભરે મારૂ ગામડું, ઉંચા પડથાર અને પાણીયારૂ, એક ઓસરી એ બે ઓરડા, ફળીયુ જોને જાકમ જોળ, આજે મને મારુ ગામડું સાંભરે....કોને પોતાનું ગામડું વ્હાલુ નહીં હોય?, કાળઝાળ ગરમીમાં સૌ શહેરીજનો શેકાઈ રહ્યા છે, ચારે બાજુ પ્રદૂષણ અને વૃક્ષોના નિકંદનથી શહેરમાં સૂર્યદેવ પ્રકોપ વરસાવી રહ્યા છે. શહેરના આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, ઘરની અંદર પણ આકરો તાપ પરસેવાથી રેબઝેબ કરી રહ્યો છે, પરંતુ શહેરથી દૂર જ્યારે ગામડામાં જઈએ ત્યારે કંઈક અલગ જ અહેસાસ થાય છે. ચારે બાજુ હરિયાળી અને ખુલ્લા ખેતરમાંથી ફરફર વહેતો પવન ગરમીને જાણે તિલાંજલી જ આપી દે છે. લાખોના ખર્ચે શહેરમાં બનાવેલા મહેલ કે મકાન ગરમીથી નથી બચાવી શક્તા પણ ગામડામાં છાણ-માટીનું નળિયાવાળુ મકાન કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે.
શહેર કરતા ગામડામાં ગરમી કેમ ઓછી?
- ગરમીમાં સૌને યાદ આવ્યું હશે પોતાનું ગામડું
- ક્રોકિંટના જંગલ કરતાં હરિયાળું જંગલ સારુ
- આધુનિક મકાન કરતાં નળિયાવાળા મકાનમાં રહે છે ઠંડક
- છાણ-માટીના લીંપણથી થાય છે ઠંડકનો અહેસાસ
- શહેરમાં વૃક્ષોનું મોટા પાયે થયું નિકંદન
ગામડામાં બનેલા આ કાચા-પાકા લાગતા મકાનોને જુઓ, શહેરમાં જ્યાં 45 ડિગ્રી ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ છે, ત્યાં આ નળિયાવાળા અને છાણના લીંપણમાંથી બનાવેલા ઘરમાં ગરમીનો જાણે કોઈ અસર જ થતી નથી. શહેરમાં લાખો ખર્ચીને પણ જે આધુનિક મકાન બનાવ્યું હોય તેના કરતાં પણ વધુ ઠંડક આ લીંપણવાળા મકાનમાં થાય છે. દિવાલો પર છાણ અને માટીના લીંપણથી સૂર્યના સીધા કિરણો રિફ્લેક્સ થઈ જાય છે, તો છત પર દેશ નલિયાથી પવનની અવરજવર સતત થઈ રહે છે. જેનાથી ઘરમાં બફારો કે તાપ નથી લાગતો.
કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે
કેમ વધી રહી છે ગરમી?
વૃક્ષોનું નિકંદન કરી ક્રોક્રિટના જંગલોને કારણે શહેરમાં આકરી ગરમી
શહેરમાં સિમેન્ટના મકાનોમાં લોકો આજે ગરમીથી બચવા માટે છત પર અનેક જાતના નુકસાન કરાવે છે, તેમ છતાં પણ ગરમીથી જોઈએ તેટલી રાહત મળતી નથી. દિવાલો અને છત એટલી તપે છે કે એસી પણ કામ કરતાં બંધ થઈ જાય છે. પરંતુ ગામડાના તુટેલા ફુટેલા લાગતા આ સામાન્ય મકાનોમાં તાપમાનનો પારો નીચો રહે છે. છાણથી શિયાળામાં ઠંડી ઓછી લાગે છે, જ્યારે ઉનાળામાં ગરમી ઓછી લાગે છે.
કિર્ગિસ્તાનમા ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસે મદદ, યુવતીએ જણાવી આપવીતી
આજે ગામડા તુટી રહ્યા છે અને શહેર વિકસી રહ્યા છે. તેનું કારણ રોજગારીનો પ્રશ્ન છે. પરંતુ કોઈ પણ વિપત્તી આવે ત્યારે સૌથી પહેલું તો આપણું ગામડું જ યાદ આવે છે. કોરોનાકાળ સમયે ગામડાનું મહત્વ આપણે સારી રીતે સમજ્યા છીએ...શહેરો ચોક્કસ વિકસ્યા છે પરંતુ તેનાથી પ્રકૃતિને બહુ મોટા પાયે નુકસાન થયું છે, લાખો વૃક્ષોનું નિકંદન કરી તેની પર ઉભા કરાયેલા ક્રોક્રિટના જંગલોને કારણે જ શહેરમાં આજે આવી આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જેની સામે ગામડા આજે પણ પ્રકૃતિ સાથે આનંદ કરતા જોવા મળી રહ્યા છે.
હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ