ધોરાજીના ભોળા ગામમાં ગૌચરની જમીન ખાલી કરાવવા ગ્રામજનોએ કર્યું વિરોધ પ્રદર્શન
ધોરાજી તાલુકાના ભોળા ગામની સીમમાં આવેલા ગૌચરની જમીન અને ખરાબાની જમીન પર અસમાજિક લોકોએ ગેરકાયદે જમીન કબજે લઈ ખેતીનું વાવેતર કર્યું હતું. આ જમીન ખાલી કરાવવા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.
દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટાઃ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામની ગૌચરની જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે દબાણો કરી ખેતીનું વાવેતર કરતા આખરે ગ્રામ પંચાયતની રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાંના આવતા ગ્રામજનોએ રેલી યોજી ગૌચરના સ્થળ પર પહોંચ્યા હતા.
ધોરાજી તાલુકાના ભોળા ગામની સીમમાં આવેલા ગૌચરની જમીન અને ખરાબાની જમીન પર અસમાજિક લોકોએ ગેરકાયદે જમીન કબજે લઈ ખેતીનું વાવેતર કર્યું હતું. આ મામલે ગામના જાગૃત નાગરિકો દ્વારા ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆતો કરી હતી.
ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પરથી દબાણો દૂર કરવા તંત્રને અનેકવાર અરજીઓ આપવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા દબાણ દૂર નહિ કરાતાં આખરે ગ્રામ પંચાયતનાં પદાધિકારીઓ તેમજ ગ્રામજનોએ ગામના પાદરમાં સૂત્રોચ્ચાર કરી રેલી યોજી ગૌચરની જમીન પર ઘસી જઈ પેશકદમી દૂર કરવા માટેની માગ કરી હતી.
આ પણ વાંચોઃ સરકારી ભરતી માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતો આરોપી ઝડપાયો, છેલ્લા 10 વર્ષથી કરતો હતો આ કામ
ગૌચરની જમીન પર પેશકદમી કરનાર અંદાજે 50 વીઘા જેટલી જમીન પર કરી હોઈ તેમજ જે જમીન ઉપર બાવળો ઉગેલા હતા તે બાવળો ઉખેડી તેના લાકડાઓ વેચવામાં આવી રહ્યા હોઈ તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ આ અસામાજિક તત્વો દ્વારા ગ્રામજનોને ધાકધમકી તેમજ સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી ગ્રામજનોએ તંત્ર પાસે વહેલી તકે 50 વીઘા જેટલી જમીન પર દૂર કરવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પેશકદમી કરનાર લખું બધા કટારા નામના રબારી શખ્સ ઉપલેટા તાલુકાના ઈસરા ગામનો મૂળ વતની હોય અને છેલ્લા ત્રણ વર્ષથી અહીં ધોરાજી તાલુકાના ભોળા ગામે કબજો જમાવી રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube