દીકરી બૂમો પાડતી રહી, અને માતા ગળુ દબાવતી ગઈ... મધર્સ ડેએ સામે આવ્યો માતાની બર્બરતાનો વીડિયો
Mothers Day 2024 : ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વીડિયો વાયરલ,,, પ્રિયંકા ગોધારા વિરૂદ્ધ પ્રિયંકાના પૂર્વ પતિએ માધાપર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ,,, વીડિયો 2 વર્ષ પહેલાંનો હોવાનું આવ્યું સામે,,, બાળકીથી તેલ ઢોળાતા બાળકીની માતા થઈ હતી ગુસ્સે
Mother Hit Daughter In Kutch : ફરી એકવાર કળીયુગી જમાનાની નિષ્ઠુર જનેતા સામે આવી છે. ભુજના માધાપરમાં પોતાની જ બાળકીને હેવાન બનીને માર મારતી માતાનો વીડિયો સામે આવ્યો છે. હાલ તમે જે વીડિયો જોઈ રહ્યા છો તે એ હેવાન માતાનો જ છે. આ નિષ્ઠુર માતાનું નામ છે પ્રિયંકા ગોધારા. વીડિયોમાં જોઈ શકાય છે કે માતા પ્રિયંકા બાળકીને જમીન પર પછાડીને તેને પકડી લે છે, એટલું જ નહીં તેને તાવિથાથી ઢોર માર મારી રહી છે. આ હેવાન માતા આટલેથી ન અટકી અને બાળકીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પ્રિયંકાના પૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ માધાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ વીડિયો 2 વર્ષ જુનો છે. બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે બાળકીના હાથે તેલ ઢોળાઈ ગયુ હતુ. તેલ ઢોળાઈ જતાં માતા હેવાન બની ગઈ અને પોતાની જ બાળકીને ઢોર માર માર્યો છે. ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા માધાપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છમાં મધર્સ ડે પૂર્વે લાંછન રૂપ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વિડીયો સામે આવ્યો છે. જેમાં માધાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકા ગોધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રિયંકાના ભૂતપૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા આઇપીસી 323 તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015 કલમ 75 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ, ખુલ્લો પત્ર લખ્યો
પત્ની વિરુદ્ધ પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી
બે વર્ષ પહેલા માધાપરમાં માસુમ બાળકીથી તેલ ઢોળાઈ જવાને લઈને તેની માતાએ ગળું દબાવી હાથ અને તાવીથાથી માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. જેમાં તપાસના અંતે વીડિયો બે વર્ષ પૂર્વેનો હોવાનું સામે આવ્યું હતું. જો વીડિયો વાયરલ થતા છૂટાછેડા લીધેલી પત્ની વિરુદ્ધ પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતનું સફેદ સોનું! બરફીના ટુકડા જેવા લાગતા ગુજરાતના સંગેમરમરને મળ્યો GI ટેગ
બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે ફરિયાદીએ મોડેથી ફરિયાદ નોંધાવી
ફરિયાદીનું ઘર તૂટે નહીં તેમજ બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે ફરિયાદીએ મોડેથી ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ફરિયાદ નોંધાવી છે. જોકે ફરિયાદીએ 10 દિવસ અગાઉ નોટરી લખાણ મારફતે પ્રિયંકાને છૂટાછેડા આપી દીધા છે તેવો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદી અને આરોપીએ વર્ષ 2013માં પ્રેમલગ્ન કર્યા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન એક 9 વર્ષની દીકરી અને એક 4 વર્ષનો દીકરો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપી માથાભારે હતી અને વારંવાર તેના સાથે ઝઘડા કરતી હતી અને માર પણ મારતી હતી અને ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી અને તેની સામે પ્રૂફ રાખવા માટે ફરિયાદીએ જ આ વીડિયો ઊતાર્યો હતો. પરંતુ બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે કોઈ પણ ફરિયાદ કે વીડિયો બહાર પાડ્યો ના હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
હાલમાં આરોપી પ્રિયંકા જયપુર રાજસ્થાનમાં રહે છે માધાપર પોલીસ સ્ટેશને આરોપી પ્રિયંકા વિરુદ્ધ આઇપીસી 323 તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015 કલમ 75 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નીરવ ડામોરે વધુ તપાસ હાથ ધરી છે.
કોનો ખેલ કરવામાં બિપીન ગોતાનો પોતાનો ખેલ થયો! ઈફ્કોની ચૂંટણીથી નવું રાજકારણ ખૂલ્યું