પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનો મોડાસામાં હુંકાર, `આ ડબલ એન્જિન સરકાર....
મોડાસા ખાતે આજે વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાનું સંમેલન યોજાયું હતું. સંમેલન શરૂ થાય એ પહેલાં મોડાસામાં એક ભવ્ય બાઇક રેલી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે દરેક સમાજ પોતાની તાકાત બતાવવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે મોડાસામાં પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. અર્બુદા સેનાના કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રસંગે વિપુલ ચૌધરી હાજર રહ્યા હતા. ત્યારબાદ મોડાસા શહેરમાં વિપુલ ચૌધરી દ્વારા એક મેઘા રોડ શો કરવામાં આવ્યો હતો.
મોડાસા ખાતે આજે વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાનું સંમેલન યોજાયું હતું. સંમેલન શરૂ થાય એ પહેલાં મોડાસામાં એક ભવ્ય બાઇક રેલી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર અર્બુદા સેનાનું કાયમી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વિપુલ ચૌધરીએ મોડાસામાં વિધાનસભાની ચૂંટણી મુદ્દે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો હતો. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ટિકિટ મુદ્દે અર્બુદા સેના જ અમારુ હાઈ કમાન્ડ છે. અમારો સામાજિક એજન્ડા જે પક્ષ સ્વીકારશે, તેની સાથે રહીશું. આ ડબલ એન્જીનની સરકાર અમારી માગણી સંતોષે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લાભો આપે અમે દૂધના દાઝેલા છીએ છાશ ફૂંકીને પીશું એવું નિવેદન વિપુલ ચૌધરીએ આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે, અરવલ્લીના મોડાસામાં વિપુલ ચૌધરીનું શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આજે મોડાસામાં અર્બુદા સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વિપુલ ચૌધરીનો મેઘા રોડ શો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube