‘નમો ટેબલેટની બકવાસ, વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ’ વેબિનારમાં દર 10 સેકન્ડે પોસ્ટ થઈ આ કોમેન્ટ
- દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. પરંતુ આજદિન સુધી વિદ્યાર્થીઓને આ નમો ટેબલેટ મળ્યા નથી
ચેતન પટેલ/સુરત :સુરતમાં નમો ટેબ્લેટ યોજનાને લઈને વિરોધ યથાવત છે. અગાઉ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આવેદન આપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાન વીર
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક વેબિનારમાં ‘નમો ટેબલેટની કરી બકવાસ, વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ....’ જેવી કોમેન્ટ દર 10 મી સેકન્ડે પોસ્ટ થઇ હતી. આવી કોમેન્ટ પોસ્ટ થતા યુનિવર્સિટીના સત્તાધીશો પણ હેબતાઇ ગયા હતા.
રાજ્ય સરકાર દ્વારા નમો ટેબલેટ યોજના બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત સુરતમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. પરંતુ આજદિન સુધી વિદ્યાર્થીઓને આ નમો ટેબલેટ મળ્યા નથી. જેને લઈને અગાઉ વિદ્યાથીઓએ આવેદન, ધરણા અને વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. દરમ્યાન ગઈકાલે યુનિવર્સિટીનો એક ઓનલાઈન વેબિનાર યોજાયો હતો. જેમાં નમો ‘ટેબલેટની કરી બકવાસ, વિદ્યાર્થીઓના પૈસા થયા બરબાદ...’ જેવી કોમેન્ટ દર 10મી સેકન્ડે પોસ્ટ થઇ હતી.
આ પણ વાંચો : સરકાર સામે પડ્યા મંત્રી પુરુષોત્તમ સોલંકી, કહ્યું-ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું નથી
આવી કોમેન્ટને લઈને ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. આવી કોમેન્ટ પોસ્ટ થતા કોમેન્ટ્સ પોસ્ટ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો પણ હેબતાઇ ગયા હતા. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત શહેરના પ્રમુખ દર્શિત કોરાટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓના હિતમાં ટેબ્લેટ મળી રહે તે માટે લડત લડવામાં આવી રહી છે. ટેબલેટ અંગે અનેક રજુઆતો કરાઈ હતી. પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગતરોજ વીર નર્મદ યુનિવર્સિટીનો એક ઓનલાઇન વેબિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આકાશમાં ચમકતી લાઈટ અને ભેદી ધડાકાનું રહસ્ય વૈજ્ઞાનિકોએ ખુલ્લુ પાડ્યું
આ કોમેન્ટને લઈને સવાલો પણ ઉભા થયા છે કે યોજના રાજય સરકારની છે તો યુનિવર્સિટીનો વિરોધ કેમ કરો છો. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આજથી બે વર્ષ પહેલા અમે ટેબ્લેટના પૈસા કુલપતિને આપ્યા હતા. રાજ્ય સરકારને આપવા ગયા ન હતા. જેથી અમે યુનિવર્સીટીના કુલપતિને જ રજૂઆત કરી છે.