પ્રશાંત ઢીવરે/સુરત: હાલમાં માવઠું પડ્યું હતું અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં હાલમાં રોજના 70 જેટલા કેસો વાયરલ ઇન્ફેકશનના સામે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gautam Adani: ગૌતમ અદાણીની જોરદાર વાપસી, અમીરોની યાદીમાં 12 સ્થાનનો કૂદકો


હાલમાં ઉનાળાની ઋતુ શરુ થઇ ગયી છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠું પડ્યું હતું. હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 


હોળીના દિવસે સ્પેશિયાલિસ્ટ હિન્દુ ડોક્ટરનું ગળું કાપીને કરપીણ હત્યા, જાણો સમગ્ર વિગત


સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો. શરદી, ખાસી, જેવા લક્ષણો વાળા દર્દીઓ સારવાર માટે આવતા હોવાની માહિતી મળી રહી છે. દર્દીઓની લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી. 


સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે ઋતુ બદલાઈ છે તેમજ હાલમાં માવઠું પણ પડ્યું હતું જેને લઈને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે હાલમાં રોજના રોજના ૬૬ થી ૭૦ જેટલા કેસો રોજના સામે આવી રહ્યા છે. લોકો વાયરલ ઇન્ફ્કેશના કેસોથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ, ઠંડુ પાણી ન પીવું જોઈએ.


સોમનાથમાં ક્યારેય ન બન્યું હોય તે બન્યું : બિલ્વપૂજા માટે ભક્તોએ રેકોર્ડ તોડ્યો


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં શરદી, ખાસી, તાવ વગેરે લક્ષણો જોવા મળી રહ્યા છે. ડોક્ટરની સલાહ વિના લોકોએ એન્ટી બાયોટીક દવા લેવાનું ટાળવું જોઈએ.