અહો આશ્ચર્યમ! વિજળીના બીલમાં કર્મચારીએ લખ્યું, `ભેંશ બીલ બનાવવા દેતી નથી`
વિજળી કંપનીના કર્મચારી જ્યારે મીટરનું રીડિંગ કરવા પહોંચ્યા ત્યારે પણ ભેંશ ખૂંટે બાંધેલી હતી. કર્મચારી જેવા મીટરની નજીક જતા ત્યારે ભેંશ ઘેંટી મારવા કર્મચારીની પાછળ દોડતી હતી. કર્મચારીઓ ઘણો પ્રયાસ કર્યો પણ ભેંશે તેમને મીટરનું રીડિંગ કરવા દીધા નહીં. આથી, કર્મચારી આ ભેંશનો વીડિયો ઉતારીને જતા રહ્યા હતા.
ઘોઘંબાઃ પંચમહાલના ઘોઘંબા તાલુકના શિમાલિયા ગામનો ભેંશનો એક વીડિયો અને એક વિજળીનું બીલ આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વિજળીના મીટરનું રીડિંગ કરવા આવતા કર્મચારીએ વિજળીના આ બિલમાં લખ્યું છે કે, "ભેંશ બિલ બનાવવા દેતી નથી." આજકાલ આ બીલ પંચમહાલ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે.
ઘટના એવી છે કે, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શિમાલિયા ગામના બારિયા મોહનભાઈ ગાલાભાઈના ઘરે વિજળી કંપનીનો કર્મચારી વીજમીટરનું રીડિંગ કરવા ગયો હતો. મોહનભાઈના ઘરે વીજળીનું મીટર ઘરની બહાર આવેલા એક ઝાડના ખૂંટામાં બાંધેલું છે. મોહનભાઈ આ ખૂંટા સાથે ભેંશને પણ બાંધી રાખે છે.
ACBનો સપાટો: એક જ દિવસમાં રાજ્યમાં 4 લાંચના કેસ, સરકારી અધિકારીઓમાં ફફડાટ
વિજળી કંપનીના કર્મચારી જ્યારે મીટરનું રીડિંગ કરવા પહોંચ્યા ત્યારે પણ ભેંસ ખૂંટે બાંધેલી હતી. કર્મચારી જેવા મીટરની નજીક જતા ત્યારે ભેંશ ઘેંટી મારવા કર્મચારીની પાછળ દોડતી હતી. કર્મચારીઓ ઘણો પ્રયાસ કર્યો પણ ભેંશે તેમને મીટરનું રીડિંગ કરવા દીધા નહીં. આથી, કર્મચારી આ ભેંશનો વીડિયો ઉતારીને જતા રહ્યા હતા.
કર્મચારીએ ત્યાર પછી વીજળીના બિલમાં નોંધ લખી કે, "ભેંશ બીલ બનાવવા દેતી નથી. સદર ગ્રાહકનું મીટર ચેન્જ કરીને પેટીને સીલ મારીને જ્યાં ભેંશ બાંધવાનો ખીલો છે તેની ઉપર મીટર ઊંધૂં લગાવવામાં આવેલું છે. રીડિંગ કરવા જતાં ભેંશ મારે છે તો આવી પરિસ્થિતીમાં ગ્રાહકના મીટરનું રીડિંગ કેવી રીતે કરવું."
વડોદરા: ડભોઇની રેફરલ હોસ્પિટલમાં લાઇટો ગુલ થતા ટોર્ચના સહારે ઓપરેશન
જોકે, વાયરલ થયેલા આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ બિલમાં ગ્રાહકનું નામ અને સરનામું પૂરેપુરું લખેલું છે.
જુઓ LIVE TV...