બેસણાંમાં બબાલ: સુરતમાં કોરોના સંકટ વચ્ચે યોજાયું બેસણું, મારામારીના દ્રશ્યો સાથે Video Viral
સુરતમાં અવારનવાર કોઇને કોઇ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો રહે છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં બેસણું રાખતા બબાલ થઈ હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે આ ઘટનામાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે.
ચેતન પટેલ, સુરત: સુરતમાં અવારનવાર કોઇને કોઇ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો રહે છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં બેસણું રાખતા બબાલ થઈ હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે આ ઘટનામાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:- સુરત : કોવિડ હોસ્પિટલમાં એક્ઝિ. એન્જિનિયર પાંચમા માળેથી નીચે પટકાયા, મોત થયું
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સુરતના મહિધરપુર વિસ્તારમાં આવેલા છપરિયા શેરીનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શેરીમાં બેસણું રાખતા બબાલ થઈ હતી. કોરોના વાયરસને લઇને સરકાર સોશિયલ ડિસ્ટન્સ રાખવા વારંવાર કરી રહી છે. ત્યારે છપરિયા શેરીમાં બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણાંમાં મોટી સંખ્યામાં માણસો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો:- માત્ર સુરત જ નહિ, નવસારી અને વલસાડમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે
જો કે, હાલની સ્થિતિ જોતા એક બાજુ સુરતમાં કોરોના કેસમાં ખુબ વધારો થઇ રહ્યો છે અને આવી સ્થિતિમાં બેસણું યોજવામાં આવ્યું હતું. આ બેસણાંમાં ભેગા થયેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાનું જણાતા શેરી મોહલ્લાના લોકોએ તેમને રજૂઆત કરવા ગયા હતા. તે દરમિયાન ત્યાં મારા મારી થઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો સ્થાનિક વ્યક્તિ દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો હતો. આ સાથે વીડિયોમાં લોકોને સમજાવવામાં પણ આવે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકા દ્વારા આ અંગે શુ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube