માત્ર સુરત જ નહિ, નવસારી અને વલસાડમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે

અમદાવાદ અને સુરત બાદ હવે કયા શહેરનો વારો આવશે તેવુ દરેક વિચારી રહ્યાં છે. જોકે, કોરોના ધીમે ધીમે દરેક શહેરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આવામાં દક્ષિણ ગુજરાત કોરોનાનું એપિસેન્ટર બની રહ્યું છે. માત્ર સુરત જ નહિ, નવસારી અને વલસાડમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 28 કેસો સામે આવ્યા છે. તો નવસારીમાં પણ 26 કેસ વધ્યા છે. 

Updated By: Jul 10, 2020, 08:17 AM IST
માત્ર સુરત જ નહિ, નવસારી અને વલસાડમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ અને સુરત બાદ હવે કયા શહેરનો વારો આવશે તેવુ દરેક વિચારી રહ્યાં છે. જોકે, કોરોના ધીમે ધીમે દરેક શહેરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આવામાં દક્ષિણ ગુજરાત કોરોનાનું એપિસેન્ટર બની રહ્યું છે. માત્ર સુરત જ નહિ, નવસારી અને વલસાડમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 28 કેસો સામે આવ્યા છે. તો નવસારીમાં પણ 26 કેસ વધ્યા છે. 

નવસારીમાં ગત મોડી રાતે કોરોનાના વધુ 9 કેસો સામે આવ્યા છે. તો આ સાથે ગુરૂવારે નવસારીમાં કુલ 26 કોરોના પોઝિટીવ કેસ વધ્યા છે. નવસારીમાં કોરોનાના વધતા કેસોમાં સુરતથી સંક્રમિતોની સંખ્યા વધુ છે. કોરોના નવસારીમાં સ્થાનિક સ્તરે વકરે એવી ભિતી તંત્રમાં ફેલાઈ રહી છે. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 220 એ પહોંચી છે. કુલ 102 રિકવર, 7 મોત અને 111 એકટીવ કેસ હાલ જિલ્લામાં છે. 

કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી રેસિડન્ટ્સ ડોક્ટરોની પ્રેક્ટિસ અટકી, SVP હોસ્પિટલમાં ઉઠ્યો વિરોધ 

વલસાડ જિલ્લામાં 24 કલાકમાં નવા 28 કોરોના કેસો પોઝિટિવ આવ્યા છે. વલસાડ-6, પારડી-3, વાપી-16, ઉમરગામ-1, ધરમપુર-1, કપરાડા-1 કેસ આવ્યા છે. આજદિન સુધીમાં કુલ 317 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી હાલ 193 દર્દીઓ સારવાર હેઠળ છે અને 108 દર્દીઓને રજા અપાઈ છે. જિલ્લામાં વધી રહેલ કોરોના આંકડાને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ચિંતામાં મૂકાઈ છે. આજના વલસાડની અંદર છરવાડામાંથી બે પુરુષ ને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો સાથે છીપવાડ વિસ્તારોમાંથી એક પુરુષ અને એક સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો શહીદચોકમાંથી એક 60 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વલસાડ આરોગ્ય વિભાગની પ્રેસનોટ મુજબ, આજના દિવસે
કોરોના મૃત્યુઆંક-6 પર પહોંચ્યો છે. 

તો સુરતમાં વધુ 9 દર્દીઓના મોત નિપજ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં દર્દીઓના મોતનો આક 13 પર પહોંચ્યો છે. રામપુરા, મોટા વરાછા, અમરોલી, મુગલીસરા, અલઠાણ, લમ્બે હનુમાન રોડ, પાંડેસરા સહિત સરથાણા વિસ્તારના વધુ 9 દર્દીઓના મોત નિપજ્યાં છે. આ સાથે સુરત સહિત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 296 થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર