અમિત રાજપૂત, અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. આ બાજુ કેસમાં આજે નવો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતી દીકરી માતા પિતા વિરુદ્ધ જ નિવેદનો આપી રહી છે. આ નિવેદનો દબાણમાં આપી રહી છે કે કેમ તે ખરેખર તપાસનો વિષય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વિગતો માટે જુઓ VIDEO


EXCLUSIVE Interview: નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધા, પુત્રી માટે ઝૂરી રહેલા માતા પિતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા...


યુવતીનો એક નવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવતીએ નિવેદન આપ્યું છે કે હું મારા વાલીઓને મળવા માંગતી નથી. હું અહીં સુરક્ષિત છું અને ખુશ છું. હું 19 વર્ષની છું, છેલ્લા 6 વર્ષથી અહિયાં રહુ છું, હું અહિયાં છું અને બહુ જ ખુશ છું, હું મારી લાઈફને અહીં એન્જોય કરું છું. છેલ્લા 6 વર્ષથી હું અહીં બહુજ સુરક્ષિત છું, હું ક્લીયર કરવા માગું છું , મેં મારી લાઈફનો નિર્ણય લીધો છે , મેં મારી જાતને સંન્યાસી તરીકે માટે નિર્ણય લીધો છે. હું કહેવા માંગુ છું કે હું મારા વાલીને મળવા નથી માંગતી , એમને કોટેક્ટ કરવાની ઈચ્છા નથી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube