EXCLUSIVE Interview: નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધા, પુત્રી માટે ઝૂરી રહેલા માતા પિતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા...
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી.
Trending Photos
અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો.
દીકરીઓને પાછી મેળવવા માટે માતા પિતાનો વલોપાત, હૈયાફાટ રૂદન, જુઓ VIDEO
આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. આ બાજુ કેસમાં આજે નવો ખુલાસો થયો છે. પોલીસે આ પીડિતા સાથે હાઈક મેસેન્જરથી વાત કરી જેમાં પીડિતાએ કહ્યું છે કે 'હું મારી મરજીથી આશ્રમમાં રહેવા માંગુ છું. જો મને બળજબરીથી લઈ જવામાં આવશે તો તે મારી મરજી વિરુદ્ધ ગણાશે.' આજે યા યુવતીના માતા અને પિતાએ એક્સક્લુઝિવ રીતે ઝી 24 કલાક સાથે વાત કરી. જેમાં તેઓએ કહ્યું કે અમને જ અમારી પુત્રીઓને મળવા દેવાતી નથી. આ સમગ્ર મામલે તેમણે વિસ્ફોટક વાતો રજુ કરી. આ બાજુ હાથીજણની ડીપીએસ સ્કૂલ પણ વિવાદમાં ફસાઈ છે.
નિત્યાનંદ આશ્રમ: દિકરીઓના આરોપ સામે માતાપિતાની વ્યથા, જુઓ VIDEO
ધ્રુસકેને ધ્રુસકે માતા રડી પડી, મારી પુત્રી પાછી અપાવો
ઝી 24 કલાક પર વાત કરતા માતા પિતાએ તેમની પુત્રીઓને અપીલ કરી છે કે તેઓ તેમની પાસે પાછા ફરે. માતાની તો રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. ધ્રુસકેને ધ્રુસકે રડતા રડતા તેઓ તેમની પુત્રીને વિનંતી કરે છે કે તે આશ્રમથી પાછી આવી જાય. પોતાની પુત્રીઓને ગુમાવવાનું દુ:ખ એક માતાથી વધુ કોણ સમજી શકે? રોતા કકળતા માતાએ રાજ્યસરકાર અને તમામને અપીલ કરતા કહ્યું કે તેમની પુત્રીઓ તેમને પાછી અપાવે. મેં ખોટી વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો જે મને હવે ખબર પડી.
નિત્યાનંદ આશ્રમ: દિકરીઓના માતા-પિતાની ઝી 24 કલાક સાથે Exclusive વાતચીત, જુઓ VIDEO
બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિ બેન પંડ્યાએ આપ્યું નિવેદન
બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાએ ઝી 24 કલાક પર આ કેસ અંગે યુવતીના માતા પિતા સાથે વાત કરી હતી. તેમણે નિવેદન આપતા કહ્યું કે CWCના રિપોર્ટ બાદ વિગતો આપીશું.
રાજ્ય મહિલા આયોગ ચેરમેનનું નિવેદન
રાજ્ય મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલિયાએ પણ આ અંગે એક નિવેદન આપ્યું છે. બાળ આયોગ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. મહિલા આયોગ પણ આ તપાસમાં જોડાશે. આ બાજુ પોલીસે તો આ કેસમાં આશ્રમને ક્લિન ચીટ આપી છે. તેમના કહેવા મુજબ યુવતી પુખ્ત વયની છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાર્યવાહી થશે. યુવતીનું નામ મા નિત્યાનંદિતા છે. જેણે પોલીસ સાથે હાઈક મેસેન્જરથી વાત કરી હતી. આ બાજુ યુવતીના પિતાએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે.
જાણો પોલીસ અને મહિલા આયોગનું શું છે નિવેદન, જુઓ VIDEO
માતા પિતાને સરકાર પર વિશ્વાસ, ન્યાય મળશે
ઝી 24 કલાક સાથેની વાતમાં તેમણે તેમની પુત્રીને સંદેશ આપતા કહ્યું કે મને ખબર છે કે તુ કેટલા દબાણમાં છે, અમે જાણીએ છીએ. થોડી રાહ જુઓ. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, મને સરકારમાં વિશ્વાસ છે. માતા દુર્ગા બધુ સારું કરશે. તને અને તારી બહેનને આ આશ્રમમાંથી રેસ્ક્યુ કરાશે. જરાય ચિંતા કરતા નહીં. આ બાજુ કેસમાં આજે નવો ખુલાસો થયો છે. પોલીસે આ પીડિતા સાથે હાઈક મેસેન્જરથી વાત કરી જેમાં પીડિતાએ કહ્યું છે કે 'હું મારી મરજીથી આશ્રમમાં રહેવા માંગુ છું. જો મને બળજબરીથી લઈ જવામાં આવશે તો તે મારી મરજી વિરુદ્ધ ગણાશે.'
યુવતીનો એક વીડિયો વાઈરલ, માતા પિતા પર લગાવ્યાં આરોપ
અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો છે જેમાં યુવતી કહે છે કે હું 18 વર્ષની છું અને 12 વર્ષની હતી ત્યારથી અહીં છું. સ્વામીજી મને અહીં લાવ્યાં હતાં. છેલ્લા કેટલાક સમયથી મારા માતા પિતા સમસ્યાઓ ઊભી કરી રહ્યાં છે. મને હેરાન કરી રહ્યાં છે. મને પરેશાન કરે છે. મને બહાર આવવાનું કહે છે. આ કઈ આજકાલનું નથી પરંતુ લાંબા સમયથી છે કે તેઓ મને હેરાન કરે છે. યુવતીએ આ ઉપરાંત પણ આશ્રમ માટે અનેક બીજી સારી સારી વાતો કરી અને માતા પિતા માટે આપત્તિજનક નિવેદનો આપ્યાં. આ બાજુ યુવતીના માતા પિતાએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ પણ કરી છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે માતા-પિતાનો આરોપ છે કે તેમની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરાયો છે. જોકે તેમની દીકરીઓએ આ દાવાઓને ફગાવી દીધો છે. દંપતિની બંને દીકરીઓ વયસ્ક છે. એક દીકરીએ આશ્રમમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે જ્યારે બીજી દીકરી પ્રવાસમાં હોવાથી સંપર્ક થશે પછી વિશેષ માહિતી મળશે. જોકે યુવતીએ પોતે સલામત હોવાના તેમજ ખોવાના તેમજ તેને ખોટી રીતે હેરાન કરવામાં આવતી હોવાના વીડિયો જાહેર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે