અમદાવાદ : ગુજરાતમાં કાગળ પર કડક દારૂબંધી છે. જોકે રાજ્યમાં છાશવારે એવા કિસ્સા બને છે જેના કારણે આ નિયમના લીરેલીરાં ઉડી જાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ બન્યો છે જેમાં દીવથી ભાવનગર જતી સરકારી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ડ્રાઇવર નશામાં ધૂત જણાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવાસીઓની સામે જ બે વાઘ વચ્ચે શરૂ થઈ લડાઈ...પછી?


આ કંડક્ટરે એટલો બધો દારૂ પીધો છે કે તે સરખી રીતે ઉભો પણ નથી રહી શકતો. આમ તો સરકારી નિયમ પ્રમાણે બસમાં પાન-મસાલા પણ ખાવાની મનાઈ છે અને જો કોઈ પાન-મસાલા ચાવતું પકડાય તો રૂપિયા 500નો દંડ ફટકારવાની પણ જોગવાઈ છે. આસંજોગોમાં જો કંડક્ટર જ દારૂ પીને આવે તો વાડ જ ચીભડાં ગળે એવી સ્થિતિ ઉભી થાય છે.


આ માત્ર કંડક્ટરની વાત નથી. સરકારી તંત્રમાં દારૂબંધીનો મજાક બનાવાય છે. ગુજરાતમાં દારૂબંધી છે પણ હાલમાં છોટાઉદેપુરના કદવાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કટારાના રૂમમાંથી 265 બોટલ વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પી.એસ.આઈની રૂમમાં રેડ પાડીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.


ગુજરાતના બીજા સમાચાર જાણવા કરો ક્લિક...