ગીરનારના ભૈરવ જપના કઠીન ચડાણનો વીડિયો ભારે ચર્ચામાં; રસ્તો ન હોવા છતાં યુવાન સડસડાટ પહાડ ચડી ઉતરે છે
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિખરની બાજુમાં જ હજારો ફૂટ ઊંડી ઉંડી ખાઈ છે, જેમાં યુવકને એક ભૂલ ભારે પડી શકે છે. તેમ છતાં યુવક પર્વત પરથી સહેજ પણ ડર રાખ્યા વિના સડસડાટ ચડી-ઊતરી રહ્યો છે.
ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેણે જોઈને આપણે પહેલી નજરે વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. સોશિયલ મીડિયામાં ગીરનાર ગીરીમાળાનો એક વીડિયો આજે વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગીરનાર પર્વતના ભૈરવ જપ શિખરના કઠીન ચડાણનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભૈરવ જપના કઠીન ચડાણ પર એક યુવાન સડસડાટ પહાડ ચડી અને ઉતરે છે. તમને જણાવી દઈએ કે આ પર્વત પર ના તો કોઈ સીડી છે, ના તો કોઈ અન્ય વ્યવસ્થા છે. જેના કારણે આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જીવના જોખમે ભૈરવ જપના કઠીન ચડાણ પર યુવાન સાહસ કરી રહ્યો છે. વાઈરલ થયેલા વિડીઓએ લોકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.
સોશિયલ મીડિયામાં ગીરનાર પર્વતના ભૈરવ જપના કઠીન ચડાણનો વીડિયો વાયરલ થયો છે, તેમાં જે યુવાન દેખાય છે તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક આવા જોખમી ઢોળાવ ઉપર પણ સડસડાટ ચાલીને જાય છે અને થોડીવાર શિખર પર રહ્યા બાદ જેવી રીતે ગયો હોય છે તેવી રીતે સહેજપણ તકલીફ વગર નીચે પણ ઉતરે છે. આ કરતબને જોઈને અન્ય પ્રવાસીઓ તેમના કેમેરામાં તેનો વીડિયો બનાવી રહ્યા છે. આ યુવાને જીવના જોખમે કરેલા કાર્યને જોઈ લોકો અલગ અલગ વાતો બનાવી રહ્યા છે.
જૂનાગઢના ગિરનારનું ભૈરવ જપ શિખર ચડતા યુવાનનો વીડિયો દિલને હચમચાવી નાંખે તેવો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિખરની બાજુમાં જ હજારો ફૂટ ઊંડી ઉંડી ખાઈ છે, જેમાં યુવકને એક ભૂલ ભારે પડી શકે છે. તેમ છતાં યુવક પર્વત પરથી સહેજ પણ ડર રાખ્યા વિના સડસડાટ ચડી-ઊતરી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં જૂનાગઢના આ વાઈરલ વીડિયોમાં જોખમી શિખર સર કરનાર યુવાન કોણ છે ? ક્યાંનો છે ? એની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી, પણ સોશિયલ મીડિયામાં લોકો યુવાનને ઇન્ડિયાનો સ્વદેશી સ્પાઈડર મેન નામ આપી ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો રોચક હોવાથી લોકો મોટી સંખ્યામાં નિહાળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube