અલ્કેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના નાનકડા ગામના એક બાળકનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. પોલીસની ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને પ્રેરણા આપતો નાના બાળકનો વીડિયો વાયરલ થતાં જ લોકો તેને ખૂબ જ આવકારી રહ્યા છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ VIRAL VIDEO ના કારણે ન માત્ર LRD અને PSI ની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ખુશ થઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણીદાર ગુજરાત: આ પાંચ નગરનિગમોની વ્યવસ્થા સુધારમાં મુખ્યમંત્રીએ આપ્યા કરોડો રૂપિયા


ડીસા તાલુકાના નાનકડા ગામ જાબડીયાના નાના બાળક નિર્મલ દેસાઈનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તેર વર્ષનો આ બાળક અત્યારે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે પરંતુ તેનો વિડીયો અત્યારે વિવિધ ભરતીઓની તૈયારીઓ કરતાં યુવાનોમાં જોશ ભરી રહ્યો છે. નાનકડા નિર્મલે તેને મામા વિજયભાઈ દેસાઈ પાસેથી પ્રેરણા લઈ આ પ્રકારના વીડિયો બનાવે છે. અત્યાર સુધીમાં તેના 8 થી 10 જેટલા અલગ અલગ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 



GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 26 નવા કેસ, 33 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


જો કે આ વખતે LRD પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રેરણા આપતો, જોશ ભરતો નિર્મલ દેસાઈનો વીડિયો  ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નાનકડા નિર્મલના વિડિઓના કારણે તે હાલ સોશિયલ મીડિયામાં છવાઇ ગયો છે તો તેના આ પ્રેરણાદાયક અને યુવાનોમાં જોશ ભરી દેતા વિડિઓના લોકો વખાણ કરી રહ્યા છે. નાનકડો નિર્મલ દેસાઈ પણ આવા વિડિઓ બનાવીને ખુશ છે. તેના વીડિયોથી પ્રેરણા મેળવીને ઉમેદવારો ઉત્સાહિત થાય તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube