ભાજપના કાર્યકર્તાઓને કોણે આપી ખુલ્લી છૂટ? હાથમાં બિયરની બોટલ પકડીને બર્થડે જાહેરમાં બર્થડે ઉજવાયો
ગુજરાતમાં દારૂબંધી અને લોકડાઉનનના નિયમો, બંને નિયમોના ચિથરા ઉડવતા ભાજપના કાર્યકર્તાઓનો વીડિયો સામે આવ્યો છે. મહીસાગરમાં ભાજપના યુવા સંગઠનના કાર્યકરોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં
અલ્પેશ સુથાર/મહીસાગર :ગુજરાતમાં દારૂબંધી અને લોકડાઉનનના નિયમો, બંને નિયમોના ચિથરા ઉડવતા ભાજપના કાર્યકર્તાઓનો વીડિયો સામે આવ્યો છે. મહીસાગરમાં ભાજપના યુવા સંગઠનના કાર્યકરોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં
ભાજપના એક સમર્થકના જન્મ દિવસ નિમિત્તે તલવારથી કેક કાપીને જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહિ, જાહેરમાં કેક કાપીને ખુલ્લામાં દારૂ પીવામાં પણ કાર્યકર્તાઓને શરમ આવી ન હતી. આ વીડિયો વીરપુર તાલુકાનો હોવાનું અનુમાન છે.
‘સુતરેજા લાખો રૂપિયા સાથે અમદાવાદ આવે છે...’ 5 લાખ સાથે પકડાયા GPCBનાં કલાસ-1 ઓફિસર
શુક્રવારે સાંજે વીરપુર તાલુકામાં ભાજપના સમર્થક પવન પટેલના જન્મદિવસની ઉજવણીમાં ભાજપના જ કાર્યકર્તાઓએ તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઉજવણીમાં ગુજરાત રાજ્ય યુવક દળનો કન્વીનર યોગેન્દ્ર મહેરા તથા સ્થાનિક અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા. કારના બોનેટ પર 10 થી 11 કેક મૂકીને કાપવામાં આવી હતી. તો સાથે જ બર્થડે ઉજવણીમાં 60 થી 70 યુવકોનું ટોળુ ભેગુ થયું હતું. હાથમાં બિયરની બોટલો સાથે યુવકોએ ગરબા અને ડાન્સ કર્યો હતો.
સુરતથી અમદાવાદ આવનારા 18 કોરોના સંક્રમિત નીકળ્યા, AMC એલર્ટ થયું
સવાલ એ છે કે, કોણે આ કાર્યકર્તાઓને ખુલ્લી છૂટ આપી. શું આ કાર્યકર્તાઓની પોલીસની બીક નથી, કે તેઓ જાહેરમાં આવું કરતા દેખાયા. કોરોના મહામારીને પગલે ટોળા ભેગા થવા પર પ્રતિબંધ છે, તો કેવી રીતે આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા. સવાલ એ પણ છે કે, શું તંત્ર તેમના પર પગલા લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર