નરેશ ભાલિયા/વીરપુર :યાત્રાધામ વીરપુરની સીમ વિસ્તારમાં કેબલ ચોર ગેંગે તરખાટ મચાવ્યો છે. આસપાસના 200 જેટલા ખેડૂતોના કેબલો કપાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કે, આખરે કોણ કેબલની ચોરી કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે, યાત્રાધામના સીમ વિસ્તારોમાં ચોરીના બનાવો બની રહ્યા છે. જગતનો તાત ખેડૂતો પોતાના ખેતરમાં દિવસ રાત એક કરીને મહા મહેનતે પાકનું ઉત્પાદન કરતા હોય છે, ત્યારે જઈને લોકોના ઘરમાં અનાજ આવે છે. પરંતુ પાક ઉત્પાદનમાં ખેડૂતોને અનેક કુદરતી કે કુત્રિમ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પછી એ વાતાવરણની મુશ્કેલીઓ હોય કે પછી વીજળીની સમસ્યાઓ કે નિલગાયોનો, ભૂંડનો ત્રાસ હોય. ત્યારે વીરપુરના ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે, છેલ્લા 20 થી 25 દિવસથી વીરપુરની સીમ વિસ્તારોમાં વાડીની અને બોરવેલની સબમર્સિબલ મોટરોના કેબલો કાપીને ચોરી જતા કેબલ ચોર ગેંગનો ત્રાસ વધી ગયો છે. વીરપુરની ચારેય દિશાની સીમ વિસ્તાર જેવી કે આહોબા સીમ, ડેમ સીમ વિસ્તાર, બધુડિયા સીમ અને ઠોઠ સીમ વિસ્તારના 200 જેટલા ખેડૂતોના વાડીના બોરવેલના સબમર્સિબલ મોટરના કોપર કેબલ કાપીને ચોરી કરી જતા હોવાની ફરિયાદો ઉઠી છે. સાથે જ ચોર ગેંગને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઝડપી પાડે તેવી માંગ ઉઠી છે.


આ પણ વાંચો : IPL ની વિનર ટીમ આજે અમદાવાદના રસ્તા પર જીતનો જશ્ન મનાવશે, ભવ્ય રોડ શો નીકળશે, CM પણ જોડાય તેવી શક્યતા


ખેડૂતોના જણાવ્યા મુજબ, ઉનાળાનો સમય હોવાથી બહુ ઓછા ખેડૂતો પોતાની વાડીએ કે ખેતરે જતા હોય છે. જેમને લઈને તે ફાયદો ઉઠાવીને કેબલ ચોરો સક્રિય થતા હોય છે. તેમજ સમ્બર્સિબલ મોટર ચાલુ કરવા માટે મોટર સ્ટાર્ટરથી સમ્બર્સિબલ મોટર સુધી કોપરનો કેબલ હોય છે. બજારમાં કોપરની કિંમત વધુ મળતી હોવાથી આવી કેબલ ચોર ગેંગ સક્રિય થઈ છે, જેમને લઈને ખેડૂતો મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે વીરપુર પંથકના કેટલાક ખેડૂતોએ કેબલ ચોરો સામે પોલીસ ફરિયાદો પણ કરી છે. પરંતુ વીરપુર પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે કે, આવી કેબલ ચોર ગેંગને તાત્કાલિક પકડવામાં આવે અને પોલીસ દ્વારા વધુ સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જેથી ખેડૂતોને વારંવાર મોંઘા ભાવના કેબલોનો ખર્ચ ન કરવો પડે. 


આ પણ વાંચો : મંત્રી વિનોદ મોરડીયાની 8 મહાનગરપાલિકાઓને સૂચના, જરૂરી ઠરાવ-સૂચના ગુજરાતી ભાષામાં કરો 


કેબલની ચોરીની ઘટનાથી ખેડૂતો પોતાના ખેતરમાં અથવા પશુઓને પાણી પાઇ શકતા નથી. સાથે જ વારંવાર કેબલ ચોરીની ઘટનાથી ખેડૂતોને મોંઘા ભાવના નવા કેબલો નાંખવા પડે છે. સાથે કેબલ કપાવાથી વાડીમાંથી ખેડૂતોને મોટર કાઢીને ફરી વાર કેબલ નાખવા પડે છે. 


આ વિસ્તારમાં 200 કરતા વધુ ખેડૂતોના કેબલ કપાયા છે. જેને કારણે ખેડૂતોને ગ્રામ પંચાયતના દ્વારા કુવામાંથી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. તેનો પણ કેબલ ચોરો કાપી ગયા છે, ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઈટ પ્રેટ્રોલિંગ વધારવામાં આવે અને પોલીસ ફોર્સ રાખવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, અને ચોર ગેંગને પકડીને કડક સજા થાય તેવી માંગ છે. 


આ પણ વાંચો : 


ભાજપી નેતા રામ મોકરિયાએ નરેશ પટેલને કહી ‘મન કી બાત’, આપ્યુ મોટું નિવેદન