નરેશ ભાલિયા/વીરપુર :આમ તો દરેક વ્યક્તિ પોતાની આવક વધારવા માટે કંઈક ને કંઈક કરતા હોય છે, જેમાં ખેડૂતો પણ સામેલ છે. આજના સમયમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, તો કેટલાક એવા પાક તરફ વળ્યાં છે જે ઓછી મહેનતે વધુ આવક રળી આપે. પરંતુ વીરપુરના ખેડૂત પિતા-પુત્રની જોડી 35 વર્ષથી એક જ પ્રકારની ખેતી કરી રહ્યાં છે. તેઓએ 35 વર્ષથી ન તો કોઈ નવો પાક લીધો છે, ન તો નવા પાક લેવાનો વિચાર સુદ્ધા કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના વીરપુરના પિતા-પુત્ર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. છેલ્લા 35 વર્ષથી તેઓ એક જ પાકની ખેતી કરી રહ્યાં છે અને તેમાંથી મોટો નફો કરી રહ્યાં છે. વીરપુરના રમેશભાઈ કોઠારીને ખેતીમાં એક જ પાક લેવાની ફાવટ સાથે હથોટી આવી ગઈ છે. રમેશભાઈના પિતા દીપકભાઈ પણ એક જ પાકની ખેતી કરતા હતા અને હવે રમેશભાઈ પણ તેના પિતા દીપકભાઈના પગલે ચાલીને એક જ પાકની ખેતી કરી રહ્યાં છે. તેઓ વર્ષોથી ફ્લાવર-કોબીજનો પાક લઈ રહ્યાં છે. કોબીજનો રમેશભાઈ અને તેમના પિતાને ફ્લાવરની ખેતી ફાવી ગઈ છે.


આ પણ વાંચો : તસવીરો થઈ Leak! સુરત ભાજપના નેતા એક મહિલા નેતા સાથે સ્વીમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળ્યાં 



પિતા-પુત્રને કોબીજ અને ફ્લાવરના પાક લેવાની હથોટી આવી ગઈ છે. છેલ્લા 35 વર્ષથી ફ્લાવર-કોબીજના પાકનું વાવેતર કરે છે અને તેમાંથી મોટી આવક પણ રળી લે છે. ફ્લાવર-કોબીજના પાકના વાવેતર કરવા પાછળનું પિતા-પુત્રનું કારણ પણ ખાસ છે. આ વિશે દીપકભાઈ જણાવે છે કે, આ વિસ્તારમાં મોટાભાગે મગફળી અને કપાસનું જ વાવેતર થાય છે. મગફળી સામાન્ય રીતે 180 દિવસ પછી પાકે છે. તેની સાથે કોબીજ અને ફ્લાવરના પાક લેવાના અને કારણો છે. કોબીજના 180 દિવસમાં 3 પાક લઇ શકાય છે, અને 3 વખત પૈસાની કમાણી થાય છે. જે જોતા ઓછી મહેનતે વધુ આવક લઈ શકાય છે.


આ પણ વાંચો : ગાય માતા સાથે Exclusive Interview: તંત્રની કામગીરીને લઇને સવાલ કરતા ગાય માતાએ સાધ્યું મૌન



તો રમેશભાઈ કહે છએ કે, આમ જોઈ એ તો ફ્લાવર-કોબીજનો પાક લેવો એ મહેનતનું કામ છે. જે જોતા ફ્લાવર-કોબીજનું વાવેતર બાદ ખૂબ જ કાળજી લઈને તેમાં આવતા લીલી ઈયળ, કાળી ઈયળ અને ફુગના રોગને નિયંત્રણ કરવાના રહે છે. જેમાં હવે મને ખૂબ જ સારી ફાવટ આવી ગઈ છે. 35 વર્ષમાં હું ફ્લાવર-કોબીજ ઉત્પાદન કરવાનો નિષ્ણાત બની ચૂક્યો છે. 


કેટલાક ખેડૂતો હજી પણ પરંપરાગત ખેતીને જાળવી રાખે છે. શાકભાજીની ખેતીમાં પણ મોટી આવક છે. ફ્લાવર-કોબીજના પાકથી મોટો નફો મેળવી શકાય છે. અન્ય લોકો પણ તેમના આ પ્રયાસથી પ્રભાવિત થાય છે.