• વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવાતી હતી.

  • આરોપીઓ યુવતીઓને 20 થી 25 હજાર રૂપિયા પગાર અને ઇન્સેટિવ દર મહિને આપતા હતા.

  • આરોપી પોલીસથી બચવા બિટકોઇનનો ઉપયોગ કરતો હતો, જેમાં પોલીસને 30 બીટકોઇનના સરનામાં મળ્યા


રવિ અગ્રવાલ/વડોદરા :અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ પાસેની શ્રી રેસિડેન્સીના મકાનમાં તથા હાર્દિક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા ‘ચતુર બાતે’ વેબસાઇટ પર ચાલી રહેલા વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર (sex racket) ને જે.પી.રોડ પોલીસે ઝડપી લીધું હતું. આ સાથે વડોદરામાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેય ડિઝાઇ્ન વર્લ્ડ નામની આર્કિટેકટ ડિઝાઇનિંગની કંપનીના ઓથા હેઠળ નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તા કારેલીબાગની અમી પરમાર નામની યુવતી સાથે મળીને વર્ચ્યુઅલ સેક્સ રેકેટ ચલાવતો હતો. બંને જણ પોતાના અને ભાડાના મકાનમાં યુવતીઓને બોલાવ્યા બાદ ઇન્ટરનેટ દ્વારા ‘ચતુર બાતે’ નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેકસ રેકેટ ચલાવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે બંને મકાનમાં દરોડા પાડી 2 યુવતીઓની સાથે નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને ઝડપી લીધો હતો. આ સાથે જ લાઇવ સેક્સ કોલસેન્ટરમાં ઉપયોગમાં લેવાયેલાં 11 લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, 2 ટીવી તથા 2 નંગ રાઉટર, 2 સેક્સ ટોયઝ અને અર્ટીંગા કાર મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 


આ પણ વાંચો : અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો, વસ્ત્રાપુરનું આ એપાર્ટમેન્ટ બન્યું સુપરસ્પ્રેડર


આરોપી નિલેશ ગુપ્તાની પૂછપરછમાં બહાર આવ્યું કે, તે વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો. અમી પરમાર યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને આકર્ષતી હતી. બાદમાં લાઇવ ચેટિંગ કરવા અને જરૂર જણાય ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપતી. ગ્રાહક ટોકન આપે ત્યારે તે ટોકન થકી તેને રૂપિયા મળતા હતા. આરોપીઓ યુવતીઓને 20 થી 25 હજાર રૂપિયા પગાર અને ઇન્સેટિવ દર મહિને આપતા હતા. જે યુવતીઓ આરોપીના ચુંગલમાંથી નીકળવા માંગતી હતી, તે યુવતીઓને આરોપીઓ નીકળવા દેતા ન હતા. આરોપીઓએ યુવતીના પાસપોર્ટ પોતાની પાસે જમા રાખ્યા હતા. જેથી યુવતી નીકળવા માંગે તો પાસપોર્ટ પરત ન આપવાની ધમકી આપતા હતા.


[[{"fid":"293579","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"live_sex_racket_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"live_sex_racket_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"live_sex_racket_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"live_sex_racket_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"live_sex_racket_zee2.jpg","title":"live_sex_racket_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


વડોદરા ડીસીપી ઝોન 2 સંદીપ ચૌધરીએ કહ્યું કે, આરોપી પોલીસથી બચવા બિટકોઇનનો ઉપયોગ કરતો હતો, જેમાં પોલીસને 30 બીટકોઇનના સરનામાં મળ્યા છે. જ્યારે તેને અત્યાર સુધી 9.3 બીટકોઇન એટલે કે સવા કરોડના વ્યવહાર કર્યા છે. એક બિટકોઇનની કિંમત 15 લાખ રૂપિયાની છે.


આ પણ વાંચો : 8 મહિનાથી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની આવક બંધ, 7 લાખ કર્મચારીઓ હાલત કફોડી 


આરોપીની પત્ની રશિયન નાગરિક છે, જેથી તેના પત્નીના નામે ખાતું ખોલાવી તે આર્થિક વ્યવહાર કરી રહ્યો હતો. આ ઉપરાંત આરોપીના 60 બેંક ખાતા પણ મળી આવ્યા છે. જેમાં 15 લાખની રકમ છે, તેમજ શેર બજારમાં આરોપીનું મોટું રોકાણ છે. હાલમાં પોલીસે સેક્સ કોલસેન્ટર ચલાવતા આરોપી નિલેશ ગુપ્તાની ધરપકડ કરી છે અને તેની સાગરીત અમી પરમારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.