ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આજે મોડી સાંજે વિધાનસભા અધ્યક્ષને હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. ચૂંટણી પહેલા હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. આજે બપોરે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ શરૂ થઈ હતી. હજુ ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામા આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયે આપેલી માહિતી પ્રમાણે માણાવદર વિધાનસભા-87ના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આજે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને મળીને પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ધારાસભ્યના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. 


હર્ષદ રિબડિયાએ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી લડી હતી. વિસાવદર વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતરેલા રિબડિયાએ ભાજપના ઉમેદવાર કિરિટ પટેલને હરાવ્યા હતા. હર્ષદ રિબડિયાને 81882 મત મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં હર્ષદ રિબડિયાને 54.69 મત તો ભાજપના ઉમેદવારને 39.26 ટકા મત મળ્યા હતા. 


હજુ આ ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે
જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે તે મુજબ હજુ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. જેમાં જામજોધપુરના ધારાસભ્યો ચિરાગ કાલરીયા, જંબુસરના સંજયભાઈ સોલંકી, પાલનપુરના મહેશ પટેલ, જાલોદના ભાવેશ કટારા અને ધોરાજીના લલિત વસોયાની ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે થોડી કલાકો પહેલા લલિત વસોયાએ નિવેદન પણ આપ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું, ભાજપમાં જોડાવાનો નથી. 


2017ની ચૂંટણી બાદ કોંગ્રેસના આ ધારાસભ્યોએ પાર્ટી છોડી


ધારાસભ્ય બેઠક
કુંવરજી બાવળિયા જસદણ
જે.વી કાકડિયા ધારી
જવાહર ચાવડા માણાવદર
મંગળ ગાવિત ડાંગ
જીતુ ચૌધરી કપરડા
પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રા
અલ્પેશ ઠાકોર રાધનપુર
પ્રવિણ મારુ ગઢડા
બ્રિજેશ મેરજા મોરબી
સોમાભાઈ પટેલ લીંબડી
આશાબેન પટેલ ઊંઝા
પદ્યુમનસિંહ જાડેજા અબડાસા
અક્ષય પટેલ કરજણ
અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા
ધવલસિંહ ઝાલા બાયડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube