સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવકનો આંકડો 80 કરોડને પાર, વેકેશનને કારણે વિઝીટર્સની સંખ્યા વધી
31 ઓક્ટોબરના રોજ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુનું ઉદઘાટન થઈને એક વર્ષ પૂરુ થયું. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ મુજબ, દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. તારીખ 1 નવેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2019 સુધીના એક વર્ષમાં 27 લાખ 17 હજારથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. તો 10 નવેમ્બર 2019 સુધીમાં વધુ 2 લાખ 91 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. દિવાળીના તહેવારો કુલ મુલાકાતીઓના 10 ટકા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
હિતલ પારેખ/ગાંધીનગર :31 ઓક્ટોબરના રોજ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુનું ઉદઘાટન થઈને એક વર્ષ પૂરુ થયું. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ મુજબ, દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. તારીખ 1 નવેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2019 સુધીના એક વર્ષમાં 27 લાખ 17 હજારથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. તો 10 નવેમ્બર 2019 સુધીમાં વધુ 2 લાખ 91 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. દિવાળીના તહેવારો કુલ મુલાકાતીઓના 10 ટકા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
દિવાળીની રજામાં 50 ટકા પ્રવાસીઓ વધ્યા
ઉદઘાટન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સતત નવા આકર્ષણો ઉમેરાતા ગયા છે. જેનો લ્હાવો પ્રવાસીઓએ દિવાળીની રજાઓમાં લીધો હતો. નવા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓની સંખ્યા આ કારણે જ વધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં એટલે જ 50%નો વધારો થયો હોવાનું જાણવા મળ્યું.
રિલીઝના ચાર દિવસ બાદ ‘હેલ્લારો’ સામે નોંધાઈ ફરિયાદ, ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો થયો છે ઉપયોગ...
ચાલુ વર્ષે દિવાળીમાં 10 ટકા પ્રવાસીઓ
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મળેલી માહિતી અનુસાર, સરદાર પટેલની પ્રતિમાનું તારીખ 31 ઓક્ટોબર, 2018ના રોજ લોકાર્પણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. ૧ નવેમ્બર ૨૦૧૮ થી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધી એક વર્ષના સમયગાળામાં કુલ ૨૭,૧૭,૪૬૮ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ પર નોંધાયા છે. તો તારીખ ૧૦ નવેમ્બર, 2019 સુધીમાં કુલ ૨૯,૩૨,૨૨૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આ પૈકી ૨,૯૧,૬૪૦ એટલે કે લગભગ ૧૦ ટકા જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી છે.
રોજના 9063 પ્રવાસીઓ નોંધાય છે
ગત વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન ૧૪,૯૧૮ પ્રવાસીઓની સામે ચાલુ સાલે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન ૨૨,૪૩૪ પ્રવાસીઓ નોંધાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં ૫૦.૪ % વધારો થયો છે. એટલે કે, સરેરાશ પ્રવાસીઓની સંખ્યા ૯૦૬૩ પ્રતિ દિન નોંધાયા છે. જે પૈકી સામાન્ય દિવસોમાં સરેરાશ પ્રવાસીઓની સંખ્યા ૭૦૩૦ પ્રતિ દિન તથા વિકએન્ડ એટલે કે શનિ અને રવિવારે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા ૧૩૦૭૧ થાય છે.
કુલ આવક 80.65 કરોડ થઈ
અત્યાર સુધીમાં મુલાકાતીઓને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુલ આવક ૮૦.૬૫ કરોડ જેટલી થઈ છે. તાજેતરમાં કેવડીયા ખાતે રિવર રાફ્ટીંગ તેમજ સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃતિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વિગેરે પ્રવૃતિઓ ઝરવાણી ઇકોટુરીઝમ સાઇટ પર અવેલેબલ છે. દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે નાઈટ ટુરિઝમ વિકસાવાયું છે. જેમાં રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. રાત્રે ઝગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો "ગ્લો ગાર્ડન" પણ સમગ્ર દેશમાં અજોડ છે, જેને રોજ 4થી 5 હજાર જેટલા પ્રવાસીઓ નિહાળે છે. આમ કેવડીયા એ પ્રવાસીઓ માટે એક અનેરુ આકર્ષણ સ્થળ બની ગયું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube