જયંતી ભાનુશાળી મર્ડર : તબેલાથી શરૂ થયેલો વિવાદ કેવી રીતે હત્યા સુધી પહોંચ્યો તેનો ચોંકાવનારો ખુલાસો થયો

જયંતિ ભાનુશાલી હત્યા કાંડમાં દસ મહિના બાદ ઝડપાયેલા મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશીની તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચે તબેલાને લઈને શરૂ થયેલી તકરાર ચકચારી હત્યા સુધી પહોંચી હોવાનું ખુલ્યું છે. હત્યા બાદ મનીષા કેવી રીતે ફરાર થઈ અને તે દરમ્યાનમાં કોના સંપર્કમાં હતી તે હકીકત પણ બહાર આવી છે.

જયંતી ભાનુશાળી મર્ડર : તબેલાથી શરૂ થયેલો વિવાદ કેવી રીતે હત્યા સુધી પહોંચ્યો તેનો ચોંકાવનારો ખુલાસો થયો

ઉદય રંજન/અમદાવાદ :જયંતિ ભાનુશાલી (Jayanti Bhanushali) હત્યા કાંડમાં દસ મહિના બાદ ઝડપાયેલા મનીષા ગોસ્વામી (Manisha Goswami) અને સુરજીત પરદેશીની તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચે તબેલાને લઈને શરૂ થયેલી તકરાર ચકચારી હત્યા સુધી પહોંચી હોવાનું ખુલ્યું છે. હત્યા (Murder) બાદ મનીષા કેવી રીતે ફરાર થઈ અને તે દરમ્યાનમાં કોના સંપર્કમાં હતી તે હકીકત પણ બહાર આવી છે.

ભાનુશાલી હત્યાકાંડની મુખ્ય આરોપીમાંના એક મનીષા ગોસ્વામી અને સુરજીતની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બંને આરોપીઓ હત્યાકાંડમાં થયાની સાથે સાથે ફરાર હતા. તે દરમિયાનમાં ઉત્તર પ્રદેશમાં એક સ્થાનિક સાધુનો સહકાર લઈને મકાન રાખ્યું હતું. મોટાભાગે મનીષા અને સુરજીત ધાર્મિક સ્થાનો પર રહેવાનું પસંદ કરતા હતા, જેથી કોઈને શંકા પણ ન જાય અને ખર્ચ પણ ઓછો થાય. પરંતુ આખરે બંને પોલીસના સકંજામાં આવી ગયા અને એક પછી એક હકીકતો ખૂલવા લાગી...

પૂછપરછમાં સામે આવેલી વિગતો વિશે જીઆરપી ડીઆઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાલી વચ્ચે પશુના તબેલા માટેની રકમની માંગણી બાબતે તકરાર વધી ગઈ હતી. ભાનુશાલીએ રૂપિયા ન આપતા મનીષા ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથે મળીને જયંતિ ભાનુશાળીના વિરોધમાં કાર્ય કરવા લાગી. એક તરફ છબીલ પટેલને ડર હતો કે જયંતિ ભાનુશાળી તેની કારકિર્દી પતાવી દેશે, તો બીજી તરફ મનીષા ગોસ્વામી તબેલા બાબતે જયંતિ ભાનુશાલી પાસે રૂપિયા માંગ્યા બાદ પૈસા ન આપતા જયંતિ ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુશાલીની સેક્સ વીડિયો ઉતારીને વાયરલ કરી લેતા મામલો ગરમાવા લાગ્યો હતો. હની ટ્રેપના ભયથી મામલો ગરમાવા લાગ્યો અને સુરજીત ભાઉ સાથે મળીને હત્યાકાંડમાં ભાગ ભજવ્યો અને ફરાર થઈ ગયા. આ દરમિયાન બંને આરોપી વોટ્સએપ કોલ મારફતે કેટલાક લોકો સાથે સંપર્કમાં હતા. આ ઉપરાંત ન્યુઝ પેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પોલીસની ગતિવિધિ પર નજર રાખતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે..

હાલ તો બંને આરોપીઓની પૂછપરછમાં કાંડ દરમિયાન છબીલ પટેલ અને જયંતિ ઠક્કર સાથે સંપર્ક હોવાનું ખૂલવા પામ્યું છે. જ્યાં સુધી સવાલ હની ટ્રેપનો છે ત્યાં સુધી મનીષા ગોસ્વામીના હની ટ્રેપના મુદ્દાને લઈને તથા હત્યાકાંડની અન્ય હકીકતને ઉજાગર કરવા પોલીસ તપાસ કાર્યવાહી આગળ વધારી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news