બ્રિજેશ દોશી/ગાંધીનગર :ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.  


વરસાદમાં ખીલેલા ગીરા ધોધ અને ગિરિમાળ ધોધના દ્રશ્યો જોઈ આંખો પર વિશ્વાસ નહિ થાય, જુઓ Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ પણ રહી ચૂક્યા છે. પાંચ વાર ધારાસભ્ય રહ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી બહુ જ લાંબી અને રસપ્રદ રહી હતી. તેમના નિધનથી સૌરાષ્ટ્રએ મોટા ખેડૂત નેતા ગુમાવ્યા છે. 1987માં જામકંડોરણાના તાલુકા પંચાયત પ્રમુખપદે રહીને તેમણે રાજકીય કારકિર્દી આરંભી હતી. જેના બાદ તેઓ સતત લોકસંપર્કમાં રહી સૌરાષ્ટ્રના કદાવર નેતા બન્યા હતા. વિઠ્ઠલભાઈ માટે કહેવાતુ કે, તેઓ લોકો સાથે જોડાયેલા નેતા છે. પહેલા તેઓ કોંગ્રેસમાં પક્ષમાં હતા, બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.


 વિઠ્ઠલ રાદડિયા સમાજ ઘડતરમાં પણ માહેર, સમાજને આપી નવી દિશા... આ પણ વાંચો  


મુસાફરો ઓછા મળતા અમદાવાદ મેટ્રોનું શિડ્યુલ બદલાયું, હવે આ સમયે દોડશે


વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રનાં આશરે દોઢ કરોડ લેઉવા પટેલોનાં પ્રતિનિધિ માનવામાં આવતા હતા. 1990થી સતત પાંચવાર તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા. વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા હતા. લેઉઆ પટેલની વોટબેંક, સહકારી પ્રવૃત્તિમાં વર્ચસ્વ, રાજકોટ જિલ્લા બેંકમાં ચેરમેન રહ્યા હતા. તેઓનું સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પર સારૂ વર્ચસ્વ હતું. સહકારિતાની સાથોસાથ શિક્ષણમાં પણ તેમનું યોગદાન હતું. જામકંડોરણામાં વિશાળ શૈક્ષણિક સંકુલ જેમાં અંદાજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરતના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :