વિધવા વહુના બીજા લગ્ન કરાવીને વિઠ્ઠલ રાદડિયાએ સમાજને નવી દિશા બતાવી હતી

સૌરાષ્ટ્રના લોકલાડીલા અને ખેડૂત નેતા કહેવાતા વિઠ્ઠલ રાદડિયાનું આજે સવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટરના માધ્યમથી પિતાના મોતના સમાચાર આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયા જેટલા રાજકીય ક્ષેત્રે લોકપ્રિય છે, તેટલા જ સમાજસેવામાં પણ અવ્વલ હતા. 

Updated By: Jul 29, 2019, 01:10 PM IST
વિધવા વહુના બીજા લગ્ન કરાવીને વિઠ્ઠલ રાદડિયાએ સમાજને નવી દિશા બતાવી હતી

અમદાવાદ :સૌરાષ્ટ્રના લોકલાડીલા અને ખેડૂત નેતા કહેવાતા વિઠ્ઠલ રાદડિયાનું આજે સવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટરના માધ્યમથી પિતાના મોતના સમાચાર આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયા જેટલા રાજકીય ક્ષેત્રે લોકપ્રિય છે, તેટલા જ સમાજસેવામાં પણ અવ્વલ હતા. સૌરાષ્ટ્રમાં શૈક્ષણિક ક્ષેત્રે તથા સમાજસેવા ક્ષેત્રે કરેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ પોતાના પુત્રના લગ્ન બાદ પુત્રવધૂના લગ્ન કરાવીને તેઓ ચર્ચામાં આવ્યા હતા, અને લોકોએ તેમની આ કામગીરીની ભારે પ્રશંસા કરી હતી.

પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન 

એક સમય હતો જ્યારે સસરા બેઠા હોય એ રૂમમાં વહુ આવી નહોતી શકતી. સસરા સાથે એક બેઠકે તે બેસી ન શકે અને સસરાની સામે મોટો ઘૂંઘટ તાણીને ફરવું પડતું. જોકે અત્યારે સસરા પોતાની વિધવા વહુનાં લગ્ન કરાવી આપે, વહુને ભણવા માટે ફૉરેન મોકલે, તેને ગમતું બુટિક ખોલી આપે, જૉબ કરતી વહુને તેના ઘરકામમાં મદદ કરે. સમય સાથે લોકો ખોટી માનસિકતામાંથી બહાર આવ્યા છએ. ત્યારે પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ પોતાના ચોથા નંબરના સ્વર્ગસ્થ દીકરાની વહુને દીકરી બનાવીને તેના બીજા લગ્ન કરાવ્યા હતા. તેમણે સુરતના એક યુવક સાથે વહુના પુનર્લગ્ન કરાવી આપ્યાં હતાં. એમાં કન્યાદાન પણ તેમણે પોતે જ કર્યું હતું

9.5 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું વાવ, આખેઆખા ગામોમાં વરસાદના પાણી ઘૂસ્યા

વિઠ્ઠલ રાદડિયાના પુત્ર કલ્પેશનું 2014ના વર્ષમાં આકસ્મિક મોત નિપજ્યું હતું. ત્યારે કલ્પેશ રાદડિયા 28 વર્ષના હતા. પુત્રના અવસાન બાદ વિઠ્ઠલભાઈએ સમાજને એક નવી દિશા બતાવી હતી. તેમણે પોતાની પુત્રવધુ મનીષાબેનના લગ્ન કરાવ્યા હતા. સુરતમાં રહેતા હાર્દિક નામના યુવક સાથે તેમના બીજા લગ્ન કરાવ્યા હતા. સાથે જ વહુને ખરા અર્થમાં દીકરી બનાવીને તેને કરોડો રૂપિયાનું દાન પણ આપ્યું હતું. એટલું જ નહિ, લગ્ન બાદ મનીષાબેન સુરત રહેતા હતા, પણ તેમનો પુત્ર રાહી દાદા વિઠ્ઠલભાઈ સાથે જ રહેતો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :