જયેન્દ્ર ભોઇ, ગોધરા: ગઇ કાલે કોંગ્રેસ દ્વારા 6 જેટલી લોકસભા બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે. જે બેઠકો માટે ઉમેદવારોના નામોની આજરોજ સત્તાવર રીતે જાહેરાત પણ થઇ શકે છે. ત્યારે 18 પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વેચાતભાઇ ખાંટનું નામ સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મહેસાણામાં હાર્દિક પટેલ ગદ્દારના લાગ્યા બેનરો, કરાયું પૂતળા દહન


પંચમહાલ કોંગ્રેસના સિનિયર નેતા એવા કોંગ્રેસી કાર્યકર વેચાતભાઇ ખાંટ પર બિનસત્તાવાર રીતે પસંદગીનો કળશ ઢોળાયો હોવાનું માનવમાં આવી રહ્યું છે અને વી.કે.ખાત પોતે પણ આત્મવિશ્વાસથી પોતાને ઉમેદવાર તરીકે ટિકિટ મળી હોવાનું પણ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવી રહ્યાં છે. ત્યારે વી.કે. ખાંટની ઓળખની વાત કરીએ તો...


- 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે
- 25 વર્ષ મોરવા હડફ તાલુકાના કોંગ્રેસ તાલુકા પ્રમુખ રહી ચુક્યા છે
- પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કારોબારી સભ્ય
- વી.કે. ખાંટ એક ઓબીસી જ્ઞાતિના છે પરંતુ ઓબીસી અને આદિવાસી બંને મતદારો પર પ્રભુત્વ ધરાવતા નેતા છે
- તેઓના પુત્ર ભુપેન્દ્ર ખાંટ હાલ મોરવા હડફના ધારાસભ્ય
- સારો જન સંપર્ક અને લોક ચાહના ધરાવતા નેતા
- પંચમહાલ બેઠક પર 60 ટકા કરતા વુધ ઓબીસી મતદારો ધરાવતી બેઠક વી.કે ખાંટ પર પસંદગી ઉતારી હોઇ શકે


વધુમાં વાંચો: ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...


રાજકીય સૂત્રોનું માનીએ તો વી.કે. ખાંટ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં જ ડેરા નાખી રોકાયા હતા. જ્યારે ગઇ કાલે રાત્રે જ્યારે કોંગ્રેસ તરફથી અનૌપચારિક રીતે નામ પર મહોર લગાવવામાં આવ્યા બાદ પરત ગોધરા આવ્યા છે. જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેઓને મીઠાઇ ખવડાવી ઉમેદવાર તરીકે પસંદગી પામવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જો કે, વી.કે. ખાંટ પોતાની ઉમેદવારી નક્કી થઇ ગઇ હોવાનું જણાવી કોંગ્રેસ પક્ષે કદર કરી હોવાથી આભાર પણ માન્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...