Vadodara Municipality Junior Clerk Exam: રાજ્યના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મનપાની ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જી હા... 8 ઓક્ટોબરના રોજ VMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોવાતી હતી, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા  VMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા વરસાદ માટે હજું જોવી પડશે રાહ! પણ આ વિસ્તારોમાં છે ગાજવીજ સાથે વરસાદની આગાહી


ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાશે પરીક્ષા
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-03 સંવર્ગની કુલ 552 જગ્યાઓ ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.08/10/2023ને રવિવારના રોજ આયોજન કરાયું છે.



સુરતમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત: આ વર્ષે લગ્ન થવાના હતા, કુલ 34 લોકોના મોત


વડોદરા મનપાની જૂનિયર ક્લાર્ક વર્ગ ૩ની પરીક્ષાનું આયોજન માટે નિર્દેશ સરકારે કરેલો છે. 552 બેઠકો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. આ પરીક્ષામાં કુલ 1 લાખ 8 હજાર ઉમેદવારો ભાગ લેશે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડીયાદમાં પરિક્ષા લેવાશે. બે કલાકનું પ્રશ્ન પત્ર 200 માર્કનું રહેશે. 


મોરબીમાં એકસાથે 45 પાકિસ્તાની હિન્દુ નાગરિકો ક્યાંથી આવી પહોંચ્યા? તંત્ર થયું દોડતું


ગૌણ સેવા પસંદગી મંડળે એમ પણ જણાવ્યું છે કે, અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મૂકવામાં આવશે.